એ.વી. જસાણી સ્કૂલમાં ખેંચ સાથે ધ્રુજારી ઉપડ્યા બાદ ધોરણ 8ની વિદ્યાર્થિનીનું મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bmov3bcxjvmbtdin/" left="-10"]

એ.વી. જસાણી સ્કૂલમાં ખેંચ સાથે ધ્રુજારી ઉપડ્યા બાદ ધોરણ 8ની વિદ્યાર્થિનીનું મોત


કિડની, હાર્ટ, ફેફસાં સહિતના અંગોના નમૂના લઇ લેબમાં મોકલાયા, રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.

ગોંડલ રોડ પર આવેલી એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને મંગળવારે સવારે સ્કૂલમાં જ ધ્રુજારી આવ્યા બાદ બેભાન થઇ ઢળી પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં મોતનું કારણ સ્પષ્ટ નહીં થતાં તબીબે કિડની, હાર્ટ અને ફેફસાં સહિતના અંગોના નમૂના લઇ લેબોરેટરીમાં મોકલ્યા હતા, તેના રિપોર્ટ બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]