માથાકૂટ થયા બાદ ઘરે પહોંચેલા યુવકનું બેભાન હાલતમાં મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ntm9xc5sli5zjwpu/" left="-10"]

માથાકૂટ થયા બાદ ઘરે પહોંચેલા યુવકનું બેભાન હાલતમાં મોત


જ્યુબિલી શાકમાર્કેટ પાસે કચરો ફેંકવાના મુદ્દે માથાકૂટ

રાજકોટ શહેરના ભગવતીપરામાં રહેતા વસીમ હાસમભાઇ મહિડા (ઉ.વ.26)ને ગુરુવારે સવારે તેના ઘરેથી બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ફરજ પરના તબીબે તેને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો, મૃતક વસીમના ભાઇ ઇમરાને આક્ષેપ કરતા કહ્યું હતું કે, વસીમ સવારે જ્યુબિલી શાકમાર્કેટે શાકભાજી અને ફ્રૂટના થડા પર ધંધો કરવા ગયો હતો અને થોડીવાર બાદ પરત આવી ગયો હતો, અને થડાએ માથાકૂટ થયાનું કહી બેભાન થઇ ગયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]