રાજકોટ જિલ્લાની 4 બેઠકના 10.29 લાખ લોકો મતપર્વમાં જોડાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xuomn9ese4rujyyz/" left="-10"]

રાજકોટ જિલ્લાની 4 બેઠકના 10.29 લાખ લોકો મતપર્વમાં જોડાશે


મતોત્સવ વયસ્કો, દિવ્યાંગ મતદારો માટે ખાસ વ્યવસ્થા: ગોંડલના 118 અને જસદણના 47 સંવેદનશીલ મથક પર રહેશે બાજ નજર

રાજકોટ જિલ્લાની વિધાનસભાની ચાર બેઠક ગોંડલ, ધોરાજી, જેતપુર અને જસદણ બેઠક પર આજે મતપર્વ ઉજવાશે અને ચારેય બેઠકના મતદારો મળીને 10,29,137 લોકો મતાધિકારનો ઉપયોગ કરી પોતાના નેતાની પસંદગી કરશે. આ વખતે મતદાન સાૈથી વધુ થાય અને વધુમાં વધુ લોકો જોડાય તે માટે ચૂંટણી તંત્રએ ખાસ વ્યવસ્થા કરી છે અને મહત્તમ લોકોને જોડવા ખાસ આયોજન અમલમાં મૂકયું છે. જેમાં મતદાન મથકો પર પીવાના પાણીની વ્યવસ્થા, વયસ્કો માટે બેસવાની વ્યવસ્થા, દિવ્યાંગો માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]