તલોદ માર્કેટ યાર્ડ ખાતે કિસાન સંમેલન યોજાયું - At This Time

તલોદ માર્કેટ યાર્ડ ખાતે કિસાન સંમેલન યોજાયું


સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના સમર્થનમાં પ્રાંતિજ વિધાનસભા ભાજપ કિસાન મોરચાના નેજા હેઠળ કિસાન સંમેલનનું આયોજન રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ, ભારતીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા, ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હિતેશ ભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી કામોનો ચિતાર રજૂ કરી નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબૂત કરવા માટે ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે અપીલ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.