શહેરા તાલુકાના લીમડી ખાતે ફિલ્મ અભિનેત્રી મમતા સોનીએ કર્યો ભાજપના ઉમેદવાર માટે પ્રચાર - At This Time

શહેરા તાલુકાના લીમડી ખાતે ફિલ્મ અભિનેત્રી મમતા સોનીએ કર્યો ભાજપના ઉમેદવાર માટે પ્રચાર


શહેરા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચરમ સીમા પર છે.શહેરામાં ભાજપ,કોંગ્રેસ, આમ આદમી પાર્ટી,ભારતીય જન પરિસદ સહિતના રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.ત્યારે આજે સાજીવાવ ના લિમડી પાટીયા પાસે ભાજપના ઉમેદવારનો પ્રચાર ગૂજરાતી ફિલ્મ અભિનેત્રી મમતાસોનીએ પ્રચાર કર્યો હતો.

પંચમહાલ જીલ્લામાં શહેરા તાલૂકામા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર થઇ રહ્યો છે.જેમા સાજીવાવ પાસેના લીમડી ચોકડી પાસે એક લોકડાયરા કાર્યક્રમનૂ આયોજન કરવામા આવ્યુ હતૂ.જેમા ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડ હાજર રહ્યા હતા. સાથે ગૂજરાતી ફિલ્મની જાણીતી અભિનેત્રી મમતાસોની હાજર રહી હતી
તેમને જેઠાભાઇ ભરવાડને જીતાડવા માટે અપીલ કરી હતી.મમતાસોનીએ શેર શાયરીથી પોતાના ચાહકોને પણ ઝૂમાવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.