જિલ્લામાં મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fdljg4i8y2pta1nc/" left="-10"]

જિલ્લામાં મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે


અવસર લોકશાહીનો,ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨

પંચમહાલ જિલ્લામાં ચૂંટણી બ્રાન્ડ એમ્બેસેડર અને યુથ આઈકોન તરીકે ૯૩.૧ Top F.M.ના આર.જે.નયનની નિમણૂક કરાઈ

જિલ્લામાં મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

ગોધરા

વિધાનસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ને લઈને પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુજલ મયાત્રાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જિલ્લાવાસીઓ વધુમાં વધુ મતદાન કરે તે અંતર્ગત જિલ્લા સ્વીપ નોડલ એક્ટિવિટી અંતર્ગત પંચમહાલ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ના બ્રાન્ડ એમ્બેસેડર અને યુથ આઈકોન તરીકે 93.1 Top F.M.ના 'આર. જે. નયન'ની નિમણૂક કરવામાં આવી છે. ગતરોજ ગોધરા ખાતે વિવિધ શાળાના વિધાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં આર.જે.નયન દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરી સંપૂર્ણ સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિધાર્થીઓ દ્વારા માનવ આકૃતિની રચના કરી 'VOTE' લખવામાં આવ્યું હતું. આ પ્રસંગે આર.જે.નયન (યુથ આઈકોન એન્ડ બ્રાન્ડ એમ્બેસેડર ઇલેક્શન 2022)એ ઉપસ્થિતોને મતદાન જાગૃતિના શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગ પર મતદાન જાગૃતિના સુત્રોચાર સાથે ભવ્ય રેલિનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]