૯૫-અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીમાં ફરજ બજાવનારા અધિકારીશ્રીઓ, કર્મચારીઓ માટે ટપાલથી ઉત્સાહપૂર્વક મતદાન
---
અવસર લોકશાહીનો
---
૯૫-અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીમાં ફરજ બજાવનારા અધિકારીશ્રીઓ, કર્મચારીઓ માટે ટપાલથી ઉત્સાહપૂર્વક મતદાન
---
અમરેલી ખાતે ટપાલથી મતદાન માટે ૨૨ નવેમ્બર મંગળવારે અંતિમ દિન
---
ટપાલથી મતદાન માટે કુલ ૧,૯૩૦ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ નોંધણી કરાવી
- ચૂંટણી અધિકારીશ્રી ૯૫-અમરેલી વિધાનસભા મત વિસ્તાર -વ- પ્રાંત અધિકારીશ્રી દેસાઈ
---
અમરેલી, તા. ૨૧ નવેમ્બર (સોમવાર) વિધાનસભા સામાન્ય ચૂંટણીનું પ્રથમ ચરણનું મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ના યોજાશે. પ્રથમ ચરણના મતદાનમાં સમાવિષ્ઠ અમરેલી ૯૫-અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીમાં ફરજ બજાવનારા અધિકારીશ્રીઓ, કર્મચારીઓ મતદાનની ફરજ બજાવી શકે તે માટે ટપાલથી મતદાનની વ્યવસ્થા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે. ૯૫-અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં મતદાન સમયે ફરજ બજાવનાર અધિકારીશ્રીઓ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ્સ, ચૂંટણી કામે સંપાદન કરવામાં આવેલા વાહનના ચાલકો, કંડકટર, ક્લીનર, હેલ્પર તથા ચૂંટણી ફરજ પર હોવાના કારણે પોતાના મતદદાન મથકે મત આપે શકે તેમ ન હોય તેવા તમામ કર્મયોગીઓ માટે આગામી તા.૨૨ નવેમ્બર દરમિયાન ટપાલથી મતદાન કરી શકશે. ૯૫-અમરેલી વિધાનસભા મત વિસ્તારના મતદાન માટે લેઉવા પટેલ શૈક્ષણિક સંકુલ, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે સવારે ૯.૦૦ સાંજે ૬.૩૦ વાગ્યા સુધી મતદાન કરી શકશે. મતદાન પ્રક્રિયા સુચારું રુપે થઈ શકે તે માટે જરુરી કર્મચારીઓ અને ફેસીલીટેશન સેન્ટરના ઈન્ચાર્જશ્રીની પણ નિમણુક આ કામગીરીને ધ્યાને લઇને કરવામાં આવી છે. પ્રથમ બે દિવસમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યુ હતું ચૂંટણી અધિકારીશ્રી ૯૫-અમરેલી વિધાનસભા મત વિસ્તાર-વ-પ્રાંત અધિકારીશ્રી દેસાઈના જણાવ્યા મુજબ ટપાલથી મતદાન માટે કુલ ૧,૯૩૦ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ નોંધણી કરાવી હતી. મતદાનમાં બાકી હોય તેવાં અગાઉથી નોંધાયેલા મતદારો આ ૨૨ નવેમ્બરે અંતિમ દિવસે પણ અચૂક મતદાન કરી શકે છે.
જય ૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.