રામદેવરા જતા દાંતા તાલુકાના લોકોને સુમેરપુર હાઇવે પર નડ્યો ગમખ્વાર અકસ્માત... - At This Time

રામદેવરા જતા દાંતા તાલુકાના લોકોને સુમેરપુર હાઇવે પર નડ્યો ગમખ્વાર અકસ્માત…


રામદેવરા જતા દાંતા તાલુકાના લોકોને સુમેરપુર હાઇવે પર નડ્યો ગમખ્વાર અકસ્માત...

*ઘટનાની જાણ થતાં જિલ્લા પંચાયત પ્રમુખ વાંરકીબેન અને દાંતા તાલુકાના ધારાસભ્ય કાંતિ ખરાડી ઘટના સ્થળે પહોંચ્યા*

ભાદરવા મહિનામાં અનેક શ્રદ્ધાળુઓ રામદેવપીરના ધામ રણુજા જતા હોય છે રામદેવરા જતા અનેક પદયાત્રીઓ અને યાત્રાળુઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા અનેક વ્યવસ્થાઓ પણ કરાતી હોય છે પણ ક્યાંક અમુક લોકોના ભૂલના કારણે અકસ્માત જેવી ઘટનાઓ સર્જાતી હોય છે જ્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કુકડી ગામના 28 થી 30 જેટલા લોકો ટ્રેક્ટરમાં સવાર થઈ રામદેવરા પોતાની માનતા પૂરી કરવા જઈ રહ્યા હતા તે સમયે સુમેરપુર હાઇવે પર પાલડી નજીક ટ્રક એ ટ્રેક્ટરને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે હાઇવે માર્ગ પર ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી ઘટના રાત્રિના સમયે થતા ઘટના સ્થળે ઉપસ્થિત લોકો દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કુકડી ગામના 28 થી 30 જેટલા લોકો જે રામદેવરા જતા હતા અને તેમને અકસ્માત નડતા 4 જેટલા લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે 22 જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી ઘટનાની જાણ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વારકીબેનને અને દાંતા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીને થતા જીલ્લા પંચાયત પ્રમુખ વારકીબેન અને વિધાનસભા ના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી ઘટના સ્થળે પહોંચી રાજસ્થાન સીએમ સલાહકાર અને વિધાયક સંયમ લોઢા સહિતના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી તમામ ઇજાગ્રસ્ત લોકોની સાર સંભાળ લઈ ઇજાગ્રસ્ત લોકોને પાલનપુર રેફર કરાવવાના પ્રયત્નો હાથ ધરતા રાજસ્થાનના અધિકારીઓની મદદથી અને દાંતા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની શુંજ બૂજથી આ તમામ લોકોને પાલનપુર સારવાર અર્થે રેફર કરાયા હતા ઇજાગ્રસ્તોને રેફર કરાયા બાદ મૃતકોના મૃતદેહને કૂકડી ગામે મોકલવામાં આવ્યા હતા અકસ્માત સર્જાતાની સાથે જ કૂકડી ગામમાં સન્નાટો છવાયો હતો કૂકડી ગામ સહિત દાંતા તાલુકામાં અકસ્માતને લઈ શોકનો માહોલ જોવા મળ્યો હતો...

*અકસ્માતમાં ઘાયલ લોકોની યાદી*
ભરતકુમાર જેંતીલાલ (ઉંમર વર્ષ ૮)
રાજુભાઈ લોબારામ
મોહનલાલ સુરજમલભાઈ
મનુભાઈ રણછોડભાઈ
રવિન્દ્રભાઈ જીવાભાઇ
રમેશભાઈ ચંદાભાઇ
નાજુ બેન નાનાભાઈ
કરમા ભાઈ અજમા ભાઈ
અક્ષર ભાઈ રમેશ ભાઈ
અલ્પેશભાઈ રાજુભાઈ
જયંતીભાઈ લાલુ ભાઈ
રાજેશભાઈ નારણભાઈ ગરાસીયા
રાજુભાઈ ભારતાજી ગરાસીયા
પોપટભાઈ કુકાભાઈ ગરાસીયા
રઘાભાઈ રાજા ભાઈ પરમાર
મનાભાઈ ઝાલાભાઇ ગરાસીયા
કાંતિભાઈ નેવાભાઈ ગરાસીયા
જગદીશભાઈ મોહનભાઈ ગરાસીયા
સોનાબેન પરેશભાઈ
રજાક બેન રામાભાઇ
જશીબેન મનુરભાઈ
વજુ બેન લાલુભાઇ
લીલાબેન રાજેશભાઈ

*અકસ્માતમાં મૃતકોની યાદી*
ચંદુભાઈ કરમાંભાઈ બુબડિયા
નરેશભાઈ ગુલાબભાઈ
રાજુભાઈ અનિલભાઈ
એક અજ્ઞાત 10 વર્ષ લગભગ
*તમામે વ્યક્તિઓ દાંતા તાલુકાના કુકડી ગામના*

રિપોર્ટ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.