માળીયા હાટીનામા ચાણક્ય પબ્લિક સ્કૂલ ખાતે પોલીસ સ્ટાફ દ્વારા e-FIR ના સેમીનાર યોજાણુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/onvwwx0cuwmbc8e9/" left="-10"]

માળીયા હાટીનામા ચાણક્ય પબ્લિક સ્કૂલ ખાતે પોલીસ સ્ટાફ દ્વારા e-FIR ના સેમીનાર યોજાણુ


ગુજરાત રાજ્યની અનોખી પહેલા e-FIR જે
માળીયા હાટીનામા ચાણક્ય પબ્લિક સ્કૂલ ખાતે માળીયા હાટીના પોલીસ સ્ટાફ દ્વારા e-FIR ના સેમીનાર યોજવામાં આવ્યો આ કાર્યક્રમ ની શરૂઆત અધિકારીઓ અને પદા અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટય કરી ચાણકય પબ્લિક સ્કૂલના સંચાલકો તેમજ સ્ટાફ દ્વારા ઉપસ્થિત અધિકારીઓ અને પદા અધિકારીઓનું પુષ્પ ગુચ્છથી સન્માન કરવામાં આવ્યું ત્યાર બાદ e-FIR માં મોબાઈલ , વાહન ચોરી સહિત ઓનલાઈન ફરિયાદ સહેલાઇથી કઈ રીતે થાય તે માટેની માહિતી dysp ડી.વી.કોડીયાતર દ્વારા તથા માળીયા હાટીના psi એસ.આઈ.મંધારા દ્વારા સ્કૂલના બાળકોને અને ઉપસ્થિત આગેવાનોને ટેલિકાસ્ટ દ્વારા e-FIR વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

આ કાર્યક્રમ માં ઉપસ્થીત તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા, હમીરસિંહ સીસોદીયા, મહેન્દ્રભાઈ ગાંધી, કાળુભાઈ સીસોદીયા સહિતના આગેવાનો ઉપ સ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અંતમાં ચાણકય પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ બાલુભાઈ ભોજક દ્વારા ઉપસ્થિત મહાનુભવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]