થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ વગર વાહન ચલાવતા લોકોને ભરવો પડી શકે છે 4000 રૂપિયાનો ભારે દંડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tpygaq7efwadtvh4/" left="-10"]

થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ વગર વાહન ચલાવતા લોકોને ભરવો પડી શકે છે 4000 રૂપિયાનો ભારે દંડ


હાલના સમયમાં અકસ્માતોનાં બનાવો દિવસેને દિવસે વધતાં જઈ રહ્યા છે. અને આ અકસ્માતોનાં કારણે વાહન માલિકને ભારે નુકશાની આવતી હોય છે. ત્યારે તેમને આવા કપરા સમયમાં મદદરૂપ થવા વિમાની સુવિધા વિવિધ કંપનીઑ દ્વારા આપવામાં આવી રહી છે. ત્યારે વાહન ગમે તે હોય વીમો લેવો ફરજિયાત છે અને તેમ ન કરવું એ મોટર વ્હીકલ એક્ટ હેઠળ સજાપાત્ર ગુનો ગણવામાં આવે છે.

વાહનનું થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ કવર અથવા જવાબદારી કવર એ એક એવી સુવિધા છે જે વાહન માલિકને કોઈપણ કાનૂની અને આકસ્મિક જવાબદારી, નાણાકીય નુકસાન અથવા મિલકતને નુકસાન, અકસ્માત વગેરેના કિસ્સામાં થયેલા નાણાકીય ખર્ચને આવરી લેવામાં મદદ કરે છે.
થર્ડ પાર્ટી વીમામાં થર્ડ પાર્ટીનો લાભ મળે છે. જેમને તમારા વાહન સાથે અકસ્માત થયો હોય, આમાં તમને તમારા વાહનની ચોરી થવા પર કોઈ કવર મળતું નથી. જો કોઈ વ્યક્તિ થર્ડ-પાર્ટી કાર ઈન્સ્યોરન્સ પોલિસી વગર ડ્રાઈવિંગ કરતી પકડાઈ જાય, તો તેણે અપડેટેડ મોટર વ્હીકલ એક્ટ 2019 હેઠળ પ્રથમ વખત રૂ. 2000નું ચલણ જ્યારે આ ભૂલનું પુનરાવર્તન કરવા પર રૂ. 4000નું ભારે ચલણ ચૂકવવું પડશે.
થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો ક્લેમ કરવા માંગો છો તો તેના માટે કેટલાક દસ્તાવેજો પણ જરૂરી છે, જેમાં વાહન માલિક દ્વારા હસ્તાક્ષર કરેલું ક્લેમ ફોર્મ, વાહનના રજીસ્ટ્રેશન દસ્તાવેજો, FIR અને પોલિસીની નકલ, આરસીની નકલ અને ડ્રાઈવિંગ લાયસન્સની નકલનો સમાવેશ થાય છે. વીમાનો દાવો કરતા પહેલા, આ દસ્તાવેજો તમારી સાથે રાખો જેથી તમને દાવો મેળવવામાં વિલંબ ન થાય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]