રાજકોટના ધોરાજીમાં આવેલ ભાદર-૨ ડેમ ઓવરફલો, ૧૯ ગામોને કરાયા એલર્ટ

રાજકોટના ધોરાજીમાં આવેલ ભાદર-૨ ડેમ ઓવરફલો, ૧૯ ગામોને કરાયા એલર્ટ


રાજકોટ જિલ્લાનાં ૪ ડેમોમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટ જિલ્લામાં વરસાદના પગલે વિવિધ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસેનો ભાદર -૨ ડેમ હાલ નિર્ધારિત સપાટીએ ભરાઈ જતાં ઓવરફ્લો થઈ ગયેલ છે. ડેમનો ૧ દરવાજો ૧.૫ ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમમાં ૧૫૦૬ કયુસેક પાણીની આવક સતત ચાલુ હોય જેની સામે ૧૫૦૬ કયુસેક પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. ડેમની હેઠવાસમાં આવેલ ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી ઉપલેટા તાલુકાના ડુંમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા, ઉપલેટા સહિતના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવાયું છે. રાજકોટ જિલ્લાનાં ૪ ડેમોમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટ જિલ્લામાં વરસાદના પગલે વિવિધ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં ૦.૨૬ ફૂટ, વેણું-૨ ડેમમાં ૦.૧૬ ફૂટ, આજી-૩ ડેમમાં ૦.૦૩ ફૂટ તથા ભાદર-૨ ડેમમાં ૦.૮૨ ફૂટ જેટલો વધારો પાણીની આવકમાં થયો છે. આમ, જિલ્લાનાં ૪ ડેમોમાં નવા નીરની આવક થઈ છે. તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયું છે. રાજકોટ જિલ્લાનાં વિવિધ જળાશયોના જળસ્ત્રાવ વિસ્તારમાં નોંધાયેલો વરસાદ ડોંડી ડેમ અને લાલપરી ડેમમાં સૌથી વધુ ૩૦ મી.મી. તેમજ ગોંડલી ડેમ, વાછપરી ડેમ, ઈશ્વરીયા ડેમ અને કરમાળ ડેમમાં ૦૫ મી.મી. વરસાદ થયો રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મોજ ડેમમાં ૧૫ મી.મી., ફોફળ ડેમમાં ૯ મી.મી., આજી-૨, ન્યારી-૨ ડેમ અને માલગઢ ડેમમાં ૧૦ મી.મી., ડોંડી ડેમ અને લાલપરી ડેમમાં ૩૦ મી.મી., ગોંડલી ડેમ, વાછપરી ડેમ, ઈશ્વરીયા ડેમ અને કરમાળ ડેમમાં ૦૫ મી.મી. વરસાદ થયો છે. તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »