રાજકોટ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક મળી : 35માંથી 7 કેસમાં ફરિયાદ નોંધવા કલેકટરનો આદેશ - At This Time

રાજકોટ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક મળી : 35માંથી 7 કેસમાં ફરિયાદ નોંધવા કલેકટરનો આદેશ


બુધવારે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રજૂ કરાયેલા 35 કેસો પૈકી 7 કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) 2020 અન્વયે રજૂ થયેલ અરજીઓ પૈકી 35 કેસો પૈકી 7 કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમા શહેરી વિસ્તારના 05 અને ગ્રામ્ય વિસ્તારના 02 કેસનો સમાવેશ થાય છે. જ્યારે દફતરે કરવામાં આવેલા 19 કેસો પૈકી શહેરી વિસ્તારના 05 અને ગ્રામ્ય વિસ્તારના કૂલ 14 કેસ તેમજ પેન્ડીંગ 09 કેસ પૈકી શહેરી વિસ્તારના 05 અને ગ્રામ્ય વિસ્તારના કૂલ 4 કેસનો સમાવેશ થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.