જુની અદાવતનો ખાર રાખી યુવક પર છરીથી હુમલો - At This Time

જુની અદાવતનો ખાર રાખી યુવક પર છરીથી હુમલો


આશ્રમ રોડ પર જુની અદાલતનો ખારરાખી હિરેન પરમાર નામના યુવક પર કરણ કંતારીયાએ છરીથી હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી.ફરીયાદી હીરેનભાઈ વાલજીભાઈ પરમાર (ઉ.વ.24) (રહે. રોહીદાસપરા શેરીનં.1) એ ફરીયાદમાં જણાવ્યા અનુસાર થોડા દિવસ પહેલા તેમના ઘર પાસેથી પુરપાર ઝડપે બાઈક ચલાવીને નિકળેલ કરણ કંતારીયા (રહે.રોહીદાસ પરા)ને બાઈક ધીમે ચલાવવા મુદ્દે ઠપકો આપ્યો હતો.

જેમનો ખારરાખીને કરણ કંતારીયા એ ફરીયાદીને ઘર પાસે બોલાવી ઝઘડો કરી તેમની પાસે રહેલ છરી ઝીંકી દીધી હતી જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા હિરેનને લોહી લુહાણ હાલતમાં સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયા હતા.બનાવની ફરીયાદ પરથી બીડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઈ.કે.વાળા અને ટીમે આરોપીની શોધખોળ આદરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.