સિહોર ની(NGO) ભરત મેમોરિયલ ચેરીટેબલટ્રસ્ટ દ્વારા જુના કપડા ગરીબોને આપવા સમાજ ઉપયોગી આરોગ્ય કેમ્પ, રસીકરણ, રક્તદાન અને કાનૂની શિબિરો વૃક્ષારોપણની કામગીરી પણ કરવામાં આવે છે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2um6s9dupm6ipind/" left="-10"]

સિહોર ની(NGO) ભરત મેમોરિયલ ચેરીટેબલટ્રસ્ટ દ્વારા જુના કપડા ગરીબોને આપવા સમાજ ઉપયોગી આરોગ્ય કેમ્પ, રસીકરણ, રક્તદાન અને કાનૂની શિબિરો વૃક્ષારોપણની કામગીરી પણ કરવામાં આવે છે.


સિહોર ની (NGO) ભરત મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ ઉપયોગી આરોગ્ય કેમ્પ, રસીકરણ, રક્તદાન શિબિરો, કાનૂની શિબિરો, વૃક્ષારોપણ વગેરેની કામગીરી કરવામાં આવે છે અને તે રીતે સમાજને ઉપયોગી બને છે
તાજેતરમાં જ આ સંસ્થા દ્વારા ભાવનગર અને તેની આસપાસના ગામડાઓમાં ૩૬૫ દિવસ જૂના કપડાં ભેગાં કરીને ગરીબોને પહોંચાડતી સંસ્થા નિજાનંદ પરિવારને કપડાં પૂરા પાડીને ગરીબો માટેની હુંફ પૂરી પાડી હતી.

નિજાનંદ પરિવાર નામની સંસ્થા વર્ષઃ ૨૦૧૫ થી નાત-જાતના ભેદભાવ વગર કામ કરતી ૨૮૦ સભ્યોની ટીમ છે. જે અમેરિકાથી નાના ગામડા સુધી ફેલાયેલા સભ્યોની બનેલી છે. તેમાં ઉદ્યોગપતિ પણ છે, આશા બહેનો પણ છે. કોઈપણ પ્રકારના પ્રમુખ, મંત્રી, ટ્રસ્ટી, વગરની આ સંસ્થા સમાજને ઉપયોગી બનીને નિજાનંદ લેવામાં માને છે. આ સંસ્થા દ્વારા ૩૬૫ દિવસ જુના કપડા જુદી- જુદી જગ્યાઓ પરથી એકત્ર કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ ગામડાઓને ઓળખીને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી નિઃસ્વાર્થ ભાવે પહોંચતાં કરવામાં આવે છે.
આ રીતે ગરીબોને હુંફ પૂરું પાડવાની કામગીરી કરીને(NGO) ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જુના કપડાં ભેગા કરીને જરૂરિયાતમંદ માટે અર્પણ કરીને કરવામાં આવ્યું હતું.
નિજાનંદ પરિવાર દ્વારા તેમની તેમની આ કામગીરી માટે આભાર માનવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (NGO)સિહોર પંથકમાં રસીકરણ, મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિરો, કીટ વિતરણ, કાનૂની શિબિર, પછાત વિસ્તારોમાં ભોજન, ઉનાળામાં છાશ વિતરણ, પુસ્તક વિતરણ, પક્ષીઘર માટે ચણ વગેરે કાર્યો દ્વારા સમાજ ઉપયોગી કાર્યો કરે છે.

આ સંસ્થાના કાર્યોને સફળ બનાવવાં માટે પ્રમુખશ્રી અરૂણાબેન પંડ્યા, ઉપપ્રમુખ અને વરિષ્ઠ પત્રકારશ્રી હરીશભાઈ પવાર,મંત્રી શ્રી અભિષેક ભાઈ પંડ્યા સંગઠન મંત્રી રાજુભાઈ પંડ્યા અને કારોબારીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]