સખી મેળા દરમિયાન અંદાજે રુ.૧૭.૬૫ લાખની ચીજ વસ્તુઓનું વેચાણ - At This Time

સખી મેળા દરમિયાન અંદાજે રુ.૧૭.૬૫ લાખની ચીજ વસ્તુઓનું વેચાણ


સખી મેળા દરમિયાન અંદાજે રુ.૧૭.૬૫ લાખની ચીજ વસ્તુઓનું વેચાણ

રાજ્યની મહિલાઓને પગભર બનાવવા તેમજ સ્વસહાય જૂથો અને સખી મંડળોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય માધ્યમ મળી રહે તેવા હેતુથી ‘વંદે ગુજરાત’ વિકાસ યાત્રા અંતર્ગત પ્રાદેશિક સખી મેળાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના વિવિધ યોજનાકીય કાર્યો અંતગર્ત મહિલાઓને સ્વરોજગારી અને તેમના કૌશલ્યને યોગ્ય દિશા મળી રહે તે માટે સ્વસહાય જૂથ મારફતે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ અને તેમની આવકમાંથી તેમને બચત કરવાની પ્રેરણા મળી રહે છે. અમરેલીમાં યોજાયેલા સખી મેળામાં ૩૦ સ્ટોલમાં મહિલાઓ દ્વારા તૈયાર કરવના આવેલા અને લાવવામાં આવેલા ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવ્યું હતું. આ સખી મેળામાં તા.૬ જુલાઈથી તા.૧૨ જુલાઈ સુધીમાં ૨૫,૦૦૦થી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી અને ઉત્સાહભેર ખરીદી કરી હતી. સખી મેળા દરમિયાન અંદાજે રુ.૧૭.૬૫ લાખ રૂપિયાના ઉત્પાદનોનું વેચાણ થયું છે, જેના થકી સખી મંડળો અને સ્વ સહાય જૂથોની મહિલાઓના આત્મવિશ્વાસમાં ઉમેરો થયો છે અને તેમને તેમના હસ્ત કૌશલ્ય માટે પ્રોત્સાહન પણ મળ્યું છે.

આ મેળામાં હસ્તકલાના કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ, મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ઉપયોગી ચીજ- વસ્તુઓનું પ્રદર્શન- સહ- વેચાણ થયું હતું. ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સખી મેળા અને પ્રદર્શનમાં ખાણી-પીણીના સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ સખી મેળાને સફળ બનાવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.