ભચાઉ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું સ્વાગત કરાયું - At This Time

ભચાઉ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું સ્વાગત કરાયું


ભચાઉ ખાતે તારીખ ૧૧ ના રોજ ભવાનીપુર વિસ્તારમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું સ્વાગત કરાયું જેમાં રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સરકાર દ્વારા કરેલ કામો ની જાણકારી આપી હતી
વંદે ગુજરાત યાત્રાનો રથ અલગ અલગ વિસ્તારોમાં તેમજ ગામોમાં જઈ રહ્યો છે ,આ રથ જે પણ ગામોમાં જાય છે ત્યાંના સ્થાનિક નેતાઓ તેમજ ગ્રામજનો ત્યાં પહોંચી અને ભારતીય પરંપરા મુજબ રથનું સ્વાગત કરવામાં આવે છે, ત્યાર બાદ આ રથ દ્વારા ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા કરાયેલા વિકાસ કાર્યોની ઝલક લોકોને ફિલ્મ દ્વારા બતાવવામાં આવે છે, દરેક ગ્રામજનો આ ફિલ્મ ધ્યાન પૂર્વક નિહાળે છે અને દેશમાં થયેલ વિકાસના કાર્યોનો પરિચય મેળવે છે, વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ મારફત જન જન સુધી વિકાસની માહિતી પહોંચાડવામાં આવી રહી છે લોકો દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું ગામે ગામ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહયું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.