ગાંધીનગરમાં સેક્ટર-૨૧ ખાતે એરોબિક્સ તથા ઝૂમ્બા વર્કશોપ યોજાયો - At This Time

ગાંધીનગરમાં સેક્ટર-૨૧ ખાતે એરોબિક્સ તથા ઝૂમ્બા વર્કશોપ યોજાયો


ગાંધીનગર, સેક્ટર-૨૧ ખાતે ડૉ. નિધિ ફિઝીયો વર્લ્ડ, મિલાપ ટાટારિઆ અને ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થા દ્વારા એરોબિક્સ અને ઝૂમ્બા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એરોબિક્સ અને ઝૂમ્બાનાં ટ્રેનર મિલાપ ટાટારિઆ દ્વારા તાલીમ આપવામાં આવી હતી અને બાળકોએ સતત ૪ દિવસ સુધી માર્ગદર્શન મેળવી પ્રેક્ટિસ કરી હતી.

એરોબિક્સ અને ઝૂમ્બા ટ્રેનર મિલાપ ટાટારિઆએ જણાવ્યું હતું કે, એક કલાક વર્કઆઉટ કરવાથી તમે લગભગ ૩૬૯ કેલરી કાઢી શકો છો. તમે જે સ્ટેપથી એરોબિક્સમાં જેટલી કેલરી બર્ન કરશો તેના કરતાં વધુ છે. ઝૂમ્બા અને એરોબિક્સનાં વર્ગો આજનાં દિવસોમાં બાળકો માટે લોકપ્રિય વલણ બની ગયા છે કારણ કે, તેઓ બાળકોને મનોરંજન દ્વારા કસરત કરવા તરફ માર્ગદર્શન આપે છે તથા ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થાનાં ટેક્નિકલ ડિરેક્ટર જતીન દવે, ગ્રાન્ડમાસ્ટર પ્રકાશ સંભવાણી અને ડૉક્ટર નિધિ લેકિનવાલાએ મિલાપ ટાટારિઆને અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.