રાજુલા ટીજેબીએસ ગર્લ્સ મહિલા આચાર્યની નિમણુક આપવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9vhodm83nubzqu3x/" left="-10"]

રાજુલા ટીજેબીએસ ગર્લ્સ મહિલા આચાર્યની નિમણુક આપવામાં આવી


અખબારી અહેવાલો અને આગેવાનોની રજૂઆત બાદ ભરતીમાં રાજુલા ગર્લ્સ સ્કુલે ને આચાર્ય મળ્યા

રાજુલા શહેર અને તાલુકા માટે આશીર્વાદરૂપ રાજુલા ટીજેબીએસ ગર્લ સ્કૂલમાં 1000 કરતા વધારે દીકરીઓ અભ્યાસ કરે છે અહીં મહિલા આચાર્યની જગ્યા છેલ્લા ઘણા સમયથી ચાર્જમાં હતી

મહિલા આચાર્ય ન હોવાથી પુરુષ આચાર્ય ચાર્જમાં હતા છેલ્લા ઘણા સમયથી આ શાળામાં કોઈ આચાર્ય કાયમી મુકાણા નથી આ બાબતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા સરકારમાં આચાર્યની ભરતી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને આ બાબતના અખબારી અહેવાલો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા

નવી આચાર્યની ભરતીમાં રાજુલા પી જે બી એસ સ્કૂલમાં મહિલા આચાર્ય તરીકે સીમાબેન પંડ્યા ની વરણી કરવામાં આવી હતી મામલતદાર સંદીપ જાદવ લતાબેન ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં આચાર્યને નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]