રાજુલા શહેરમાં આગામી શ્રાવણ માસમાં ભવ્ય લોકમેળાનું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tejhz9uymoh0whfj/" left="-10"]

રાજુલા શહેરમાં આગામી શ્રાવણ માસમાં ભવ્ય લોકમેળાનું આયોજન


રાજુલા શહેરમાં આગામી શ્રાવણ માસમાં ભવ્ય લોકમેળાનું આયોજન
પૂજા બાપુ ગૌશાળા તેમજ અન્ય સેવાકીય પ્રવૃતિના લાભાર્થે રુદ્ર ગણ દ્વારા ભવ્ય લોકમેળાનું આયોજન

રાજુલા શહેરમાં શ્રાવણ માસ દરમિયાન છેલ્લા ઘણા સમયથી રુદ્ર ગણ દ્વારા ભવ્ય લોકમેળાનું આયોજન થાય છે આ વર્ષે પણ શ્રાવણ માસમાં રુદ્રગઢ દ્વારા ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ માટે તૈયારીઓ હાલ ચાલી રહી છે

જાણવા મળતી વિગત મુજબ રાજુલા શહેરમાં શ્રી પુંજા બાપુ ગૌશાળા તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓના લાભાર્થે રુદ્ર ગણ દ્વારા ભવ્ય લોકમેળો 2023 આયોજન કરવામાં આવ્યું છે આ લોક મેળો માર્કેટિંગ યાર્ડ રાજુલા ખાતે થશે આગામી તારીખ 3 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર સુધી માર્કેટીંગ યાર્ડના કમ્પાઉન્ડમાં છ કલાકથી રાતના 10 વાગ્યા સુધી ભવ્ય લોક મેળો યોજાશે જેમાં વિવિધ રાડશો તેમજ વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવશે અને આ મેળામાંથી જે કંઈ આવક થશે તે પૂજા બાપુ ગૌશાળા અને સેવાકી પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે

આ માટે વનરાજભાઈ ધાખડા અજયભાઈ ધાખડાં રાકેશભાઈ દેસાઈ મશરૂભાઈ સહિતના રુદ્રગન ના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]