ડભોઈ તાલુકાનાં પૂરગ્રસ્ત કરનાળી તીર્થધામ ખાતે હેપ્પી ફાઉન્ડેશનની સેવાકીય કામગીરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9uougzq8krrl2kqz/" left="-10"]

ડભોઈ તાલુકાનાં પૂરગ્રસ્ત કરનાળી તીર્થધામ ખાતે હેપ્પી ફાઉન્ડેશનની સેવાકીય કામગીરી


( નિમેષ સોની,ડભોઈ.)

સરદાર સરોવર ડેમનું પાણી નર્મદા નદીમાં છોડવાના કારણે ડભોઈ તાલુકાનાં તીર્થધામ ચાંદોદ અને કરનાળી અસરગ્રસ્ત થયાં હતાં અને ખૂબ જ દયનીય સ્થિતિ થવા પામી હતી. કરનાળી ખાતે આવેલ ગીતામંદિરમાં આશરે પાંચ થી છ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું અને માતાજીની પ્રતિમા પણ પાણીમાં ગડકાવ થઈ જવા પામી હતી. ચાંદોદ તેમજ કરનાળી ખાતે પુષ્કળ પ્રમાણમાં પાણી લોકોનાં મકાનોમાં - દુકાનોમાં તેમજ મંદિરોમાં પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં. કરનાળીના ગીતામંદિર તેમજ કરનાળી ગામમાં પાણી ફરી વળવાને કારણે ૧૪ થી ૧૫ જેટલા પરિવારજનોને સ્થળાંતર કરવાનો વારો આવ્યો હતો. આવાં કપરાં સમયે આ અસરગ્રસ્તોની મદદે હેપ્પી ફાઉન્ડેશન આવ્યું હતું. રીટાબેન પરિંદુ ભગત દ્રારા કાર્યરત હેપ્પી ફાઉન્ડેશને તેઓને બે દિવસ દૂધ - પુરી અને શાકની વ્યવસ્થા કરી સેવાકીય સહાય પૂરી પાડી હતી અને તેઓને ભૂખ્યાં સુવા દીધા ન હતાં. એટલું જ નહીં પરંતુ 200 ઉપરાંત જરૂરિયાતવાળા પરિવારોને રાશન કીટ પણ પૂરી પાડવામાં આવી હતી. હેપ્પી ફાઉન્ડેશનની આ મદદગીરીથી ગ્રામજનોના જીવમાં જીવ આવ્યો હતો. આ ફાઉન્ડેશન સમાજ સેવાનાં કાર્યો કરવા માટે હર હંમેશ અવિરત તત્પર રહેતું હોય છે. જયારે જયારે જરૂર ઉભી થતી હોય છે ત્યારે આ હેપ્પી ફાઉન્ડેશન જરૂરીયત મંદ પરિવારોની પડખે તરત જ ઉભું રહેતું હોય છે અને તેઓને જરૂરિયાત મુજબ સહાય કરતું હોય છે.
9428428127


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]