અમરેલી શહેરમાંથી મોટર સાઇકલની ચોરી કરનાર ઇસમને ચોરીના મોટર સાઇકલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9czghfqxiimznedy/" left="-10"]

અમરેલી શહેરમાંથી મોટર સાઇકલની ચોરી કરનાર ઇસમને ચોરીના મોટર સાઇકલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.


અમરેલી શહેરમાંથી મોટર સાઇકલની ચોરી કરનાર ઇસમને ચોરીના મોટર સાઇકલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી શહેરમાંથી મોટર સાઇકલની ચોરી કરનાર ઇસમને ચોરીના મોટર સાઇકલ સાથે પકડી પાડી , વાહન ચોરીનો ગુનો ડીટેક્ટ કરતી અમરેલી એલ.સી.બી.

ગુન્હાની વિગતઃ
દિપકભાઇ જનકભાઈ વાછાણી , ઉં.વ .૩૭ , રહે.અમરેલી , ઓમનગર તા.જિ.અમરેલી વાળા ગઇ તા .૦૩ / ૦૪ / ૨૦૨૧ નાં રોજ હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી . નં . GJ - 14 - AD - 5014 કિ.રૂ .૩૦,૦૦૦ / - નું લઇ અમરેલી , પોસ્ટ ઓફીસ ખાતે ગયેલ અને તે દરમયાન પોતાનું મોટર સાયકલ પોસ્ટ ઓફીસની સામે પાર્ક કરેલ હોય , જે મોટર સાયકલ કોઇ અજાણ્યો ઇસમે ચોરી કરી લઇ ગયેલ હોય , આ અંગે દિપકભાઇ એ ફરિયાદ લખાવતાં , અમરેલી સીટી પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૩૨૩૦૧૨૭ / ૨૦૨૩ , ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ નોંધાયેલ .

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી અનર્ડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી , તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું .

અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ . શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ગઇ કાલ તા .૦૮ / ૦૩ / ૨૦૨૩ નાં રોજ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે અમરેલી , કુંકાવાવ રોડ ઉપરથી ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડી , પકડાયેલ આરોપી તથા મળી આવેલ મોટર સાયકલ આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપીઃ
કેયુર કિશોરભાઇ સરવૈયા , ઉ.વ .૨૧ , રહે.ખીજડીયા ( ખારી ) , તા.જિ.અમરેલી હાલ રહે.સુરત , વરાછા , ડી -૭૧ , માતૃશકિત સોસાયટી .

પકડાયેલ મુદ્દામાલઃ
હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી . નં . GJ - 14 - AD - 5014 કિં.રૂ .૩૦,૦૦૦ / -નો મુદ્દામાલ .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરે એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના હેડ કોન્સ . અજયભાઇ સોલંકી , આદિત્યભાઇ બાબરીયા , તથા પો.કોન્સ . ઉદયભાઈ મેણીયા , તુષારભાઈપાંચાણી દ્વારા કરવામાં આવેલ છે .
9537666006


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]