રાજકોટમાં ધો.10-12ના પ્રશ્નપત્રો સ્ટ્રોંગરૂમમાં સિલ,પોલીસ બંદોબસ્ત તૈનાત, CCTVથી સતત મોનીટરીંગ - At This Time

રાજકોટમાં ધો.10-12ના પ્રશ્નપત્રો સ્ટ્રોંગરૂમમાં સિલ,પોલીસ બંદોબસ્ત તૈનાત, CCTVથી સતત મોનીટરીંગ


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર હોવાથી હાલ પરીક્ષા પૂર્વે સૌરાષ્ટ્ર કચ્છના કુલ 11 જિલ્લાના વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની સ્ટેશનરી આઈટમ અને ધોરણ 10ના પ્રશ્નપત્રો પણ ચૌધરી હાઈસ્કૂલ ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂમમાં રાખી દેવાયા બાદ આજે દરેક જિલ્લામાં પહોંચાડવા રવાના કરવામાં આવ્યા છે. આ સાથે તમામ સામગ્રીનું 24 કલાક પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા મારફત તેનું મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.