ખંપાળીયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો - At This Time

ખંપાળીયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો


*મુળી ના ખંપાળીયા ગામે શાળા માં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો*

*સરપંચ અધિકારીઓ સાથે ગ્રામ જનો ની ઉપસ્થિતિ*

આજે મુળી તાલુકાનાં ખંપાળીયા ગામે સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકાનાં અધિકારી શ્રીમાળી સાહેબ, પ્રકાશભાઈ યશપાલ સિંહ પરમાર હાજર રહ્યા હતાં વિધાર્થીઓ એ મહેમાનો નું સ્વાગત ગીત થી આવકાર્યા હતાં પરંપરા વેશભૂષા ધારણ કરી બાળાઓ વિધાર્થીઓ અને વાલીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરપંચ જીવણભાઈ એ કર્યું હતું અને શિક્ષણ વધું માં વધું વિધાર્થીઓ લે તે માટે ભાર મૂક્યો હતો યુવા સરપંચ જીવણભાઈ ખંપાળીયા શાળા માં વધું માં વધું રસ ધરાવતા ની સાથે લાગણી સાથે જોડાયેલા છે ત્યારે આ તકે ગ્રામ પંચાયત નાં સદસ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સાથે શાળા નાં આચાર્ય સાથે શિક્ષક ગણ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું દાખલ થયેલા વિદ્યાર્થીઓ ને સ્કુલ બેગ નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પ્રથમ નંબરે આવેલ વિધાર્થીઓ ને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે આગેવાનો વલકુભાઈ કરપડા, જનકભાઈ, વગેરે ખાસ હાજર રહી સમગ્ર કાર્યક્રમને શોભાવ્યો હતો

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.