જામનગરના જિલ્લા પોલીસ વડા દ્વારા સીટી બી ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલને ભ્રષ્ટાચારના આરોપ બાદ સસ્પેન્ડ કરાયા - At This Time

જામનગરના જિલ્લા પોલીસ વડા દ્વારા સીટી બી ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલને ભ્રષ્ટાચારના આરોપ બાદ સસ્પેન્ડ કરાયા


- અન્ય ૨ પોલીસ કર્મચારીઓની તાકીદની બદલી કરાઈ: જિલ્લામાં અન્ય પાંચ પીએસઆઇની પણ ફેરબદલી થઈજામનગર તા 25 જુન 2022,શનિવાર જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં એક પોલીસ હેડ કોન્સ્ટેબલ સામે ભ્રષ્ટાચાર ના આરોપ થયા પછી જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સીટી-એ ડિવિઝનના બે પોલીસ કર્મચારીઓની તાકીદે બદલી કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇની બદલી કરાઇ છે, ઉપરાંત અન્ય પાંચ પી.એસ.આઈ.ની પણ ફેર બદલીના હુકમો થયા છે.જામનગર સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશસિંહ ભીખુભાઈ ઝાલા કે જેની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા, જે અંગેની તપાસ કર્યા પછી આજે મોડી સાંજે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.આ ઉપરાંત સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણકુમાર ભીખાલાલ પરમાર તેમજ પોલીસ ડ્રાઇવર શૈલેન્દ્રસિંહ ભીખુભા જાડેજા કે જે બંનેની પોલીસ હેડ ક્વાર્ટર અને એમ.ટી. સેક્શનમાં બદલી કરી દેવામાં આવી છે.જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં તાજેતરમાં વિજિલન્સની ટીમ ત્રાટકી હતી અને મોટા પાયે ખનિજ ચોરી પકડી પાડી હતી, જેની પર પોલીસ તંત્રમાં અસર જોવા મળી છે, અને જોડિયાના પી.એસ.આઇ ડી.પી. ચુડાસમાની પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં બદલી કરી દેવામાં આવી છે.આ ઉપરાંત જામનગરના જિલ્લાના અન્ય પાંચ પી.એસ.આઇ.ની ફેર બદલી કરાઈ છે. જેમાં ધ્રોલના પીએસઆઈ એમ.એન. જાડેજાની સીટી બી. ડિવિઝનમાં બદલી કરાઈ છે. જ્યારે પીએસઆઇ યુ. કે. જાદવને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં મૂકી દેવાયા છે. કાલાવડના પી. એસ. આઇ. વાય. આર. જોશી ની શેઠ વડાળા પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.જ્યારે શેઠવડાળા ના પીએસઆઇ કે.વી. ઝાલાની પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં બદલી કરાઈ છે. પંચકોશી એ. ડિવિઝનના પીએસઆઇ એમ. આર. સવસેટાને ધ્રોળ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.