વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે પ્રા. શા. નવી બિલ્ડીંગનુ થયુ ખાતમુહર્ત. - At This Time

વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે પ્રા. શા. નવી બિલ્ડીંગનુ થયુ ખાતમુહર્ત.


વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે પ્રા. શા. નવી બિલ્ડીંગનુ થયુ ખાતમુહર્ત
વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે તારીખ 28,/2/23 ને મંગળવારના રોજ પ્રા. શા. ના નવા બિલ્ડીંગનુ ખાતમુર્હત પૂર્વ કૃષિ મંત્રીકનુભાઈ ભાલાળા તેમજ પૂર્વ ધારાસભ્ય હર્ષદ ભાઈ રિબાડિયા તથા વિપુલભાઈ કવાની તથા અન્ય મહાનુભાવો હસ્તે સવારે 10:00 કલાકે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા તેમજ પદાઅધિકારી હાજર રહ્યા હતા. સાથે પ્રેમપરા ગામના આગેવાનો, શાળાના સ્ટાફ ગણ તેમજ વિદ્યાર્થીના વાલીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામા હાજર રહ્યા હતા.
આ પ્રસંગે મહાનુભાવોએ પોતાના પ્રસંગિક પ્રવચનમા બાળકોને શિક્ષણ તરફ આગળ વધવા અને સર્વાંગી વિકાસ થાય તેવા શિક્ષણ તરફ આગળ લઈ જવા અનુરોધ કર્યો હતો.
પ્રેમપરા ગામના સરપંચ રામભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે, ગામના વિકાસ અને શિક્ષણ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે.
પ્રેમપરા પ્રા. શા. ને નવા 6 રૂમ મઁજુર થયેલ હોય તે બાબતને લોકોએ હર્ષ સાથે સ્વીકારી હતી.
રિપોર્ટ ભનુભાઇ સાસિયા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.