માળીયા હાટીના ચાણકય પબ્લિક સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ તેમજ વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો - At This Time

માળીયા હાટીના ચાણકય પબ્લિક સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ તેમજ વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


વિદ્યાર્થીઓએ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

માળીયા હાટીના ચાણકય પબ્લિક સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ તેમજ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્ય ઉજવણી તેમજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારોહ યોજવામાં માં આવ્યો આ તકે સ્કૂલના ટ્રસ્ટીઓ, આમંત્રિત મહેમાનો, આગેવાનો, વિદ્યાર્થીઓ, વાલીગણ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

જેમાં પ્રાથમિક સ્કૂલના નાના ભૂલકાંઓએ તથા વિદ્યાર્થીનિઓ દ્વારા અવનવા ડાન્સ, રાસ, અભીનય તેમજ નાટકો રજૂ કર્યા હતા જેમાં

વિશેષ કરીને ભુતપૂર્વ વિદ્યાર્થીઓ આમંત્રણને માન આપી ઉપસ્થીત રહી સ્કૂલ અંગેના જૂના સંસ્મરણો રજૂ કર્યા હતા.આ કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય કરી કરવામા આવેલ . દીપપ્રાગટ્ય મહાનુભાવો, તથા સ્કૂલ મેનેજમેન્ટ સ્ટાફે, કર્યું હતું, ત્યાર બાદ મહાનુભાવો પોલીસ સ્ટાફ , પત્રકારો નું ફૂલ ગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું પ્રાસંગોચિત પ્રવચન સ્કૂલના આચાર્ય બાલુભાઈ ભોજક એ કરેલ હતું.

દર વર્ષની જેમ આવખતે સ્કૂલનો વાર્ષિક ઉત્સવ, વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ તેમજ વાર્ષિક ઉત્સવમાં બેસ્ટ પર્ફોમન્સ કરનાર તેમજ તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ નું આયોજન કરવામાં આવેલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.