મોટા ખુંટવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતિ બાદ નવજાત શિશુનું મોત, પરિવારજનો દ્વારા ડોક્ટર પર બેદરકારીના આક્ષેપ લગાડવામાં આવ્યા. - At This Time

મોટા ખુંટવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતિ બાદ નવજાત શિશુનું મોત, પરિવારજનો દ્વારા ડોક્ટર પર બેદરકારીના આક્ષેપ લગાડવામાં આવ્યા.


સામાન્ય ગરીબ પરિવારના લોકોને આરોગ્ય અંગેની સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને હોસ્પિટલોમાં આરોગ્ય સ્ટાફ સહિતની સુવિધાઓ પુરી પાડવાનું જણાવવામાં આવે છે તેમજ એક તરફ સરકાર દ્વારા આરોગ્યલક્ષી કરોડોના બજેટો મંજૂર કર્યા હોવાના જનસભામાં જણાવવામાં આવે છે જ્યારે મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઉગલવાણ ગામના સુમૈયાબેન મજીદભાઈ બેલીમ નામની મહિલાને પ્રસુતિ અર્થે લાવવામાં આવ્યા હતા.જ્યાં પ્રસુતિ બાદ નવજાત શિશુનું મોત નીપજ્યું હતું. નવજાત શિશુ નું મોત થતાં પ્રસૂતાના પરિવાર દ્વારા ડોક્ટર પર બેદરકારીના આક્ષેપો લગાડવામાં આવ્યા હતા. જ્યારે ડોક્ટર દ્વારા પ્રસુતાના પરિવારજનોને 108 મોડી આવવાના કારણે નવજાત શિશુનું મોત થયું હોવાનું જણાવવામાં હતું.

રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.