72 જસદણ વિધાનસભા માં આવેલ DSVK સ્કૂલ ખાતે ચૂંટણી તંત્ર દ્વારા મતદારો માટે આકર્ષણ રૂપ આદર્શ મતદાન મથક બનવવામાં આવ્યુ - At This Time

72 જસદણ વિધાનસભા માં આવેલ DSVK સ્કૂલ ખાતે ચૂંટણી તંત્ર દ્વારા મતદારો માટે આકર્ષણ રૂપ આદર્શ મતદાન મથક બનવવામાં આવ્યુ


72 જસદણ વિધાનસભા માં આવેલ DSVK સ્કૂલ ખાતે ચૂંટણી તંત્ર દ્વારા મતદારો માટે આકર્ષણ રૂપ આદર્શ મતદાન મથક બનવવામાં આવેલ છે.જસદણ શહેર ની ઓળખ એટલે જસદણ નો ખેત ઔઝાર ઉદ્યોગ અને હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ કે જેના લીધે જસદણ અને આસપાસ ના હજારો લોકો ને રોજગારી મળે છે જે વિષયને આદર્શ મતદાન મથક માટે ની મુખ્ય થીમ બનવવામાં આવેલ છે.આ આદર્શ મથક ખાતે જસદણ માં ઉત્પાદિત થતાં લગભગ 25 થી વધુ પ્રકાર ના નાના નાના મોડેલ પ્રતિકૃતિ રૂપે મૂકવામાં આવેલ છે.જસદણ નું હિગોલગઢ અભયારણ્ય ને પણ આ મોડેલ મથક ના મુખ્ય વિષય માં સમાવેશ કરીને મતદાન થકી રાષ્ટ્ર ઘડતર ની સાથે પ્રકૃતિ જતન ને પણ પ્રાધાન્ય આપવામાં આવેલ છે. વહીવટીતંત્ર દ્વારા એક નવીન પહેલ પણ કરવામાં આવેલ છે જેમાં મતદાન કરનાર પ્રથમ 51 મતદારો ને આભાર વ્યક્ત કરી રોપાઓનું મદદનીશ ચૂંટણી અધિકારી અને ચીફ ઓફિસર સાહેબ ના હસ્તે વિતરણ કરવામાં આવેલ છે..જસદણ માં આવેલ 4 સખી બુથો પર પણ મહિલાઓ ને ફૂલ બુકે થી આભાર માનવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.