સાયન્સ સેન્ટરમાં ઇલેક્ટ્રોનિક્સ, રોબોટિક્સ, ગણિત-વિજ્ઞાનના સમર વર્કશોપ યોજાશે - At This Time

સાયન્સ સેન્ટરમાં ઇલેક્ટ્રોનિક્સ, રોબોટિક્સ, ગણિત-વિજ્ઞાનના સમર વર્કશોપ યોજાશે


રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં 8 મેથી 14 જૂન સુધી નિ:શુલ્ક આયોજન: રજિસ્ટ્રેશન ફરજિયાત

વેકેશનમાં ધિંગામસ્તી અને રખડપટ્ટી કરવી તો સૌને ગમતી હોય છે પણ વેકેશન દરમિયાન જ અવનવા સમર કેમ્પ કે વર્કશોપ યોજાતા હોય છે. જેમ કે, હોબી ક્લાસીસ, ક્રાફ્ટ ક્લાસીસ, એડવેન્ચર ક્લાસીસ જેવી કોઈ પણ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીને રસ હોય તેમાં જોડાઈ શકે છે. તેનાથી બાળકની સર્જનાત્મક શક્તિ વધશે ઉપરાંત વ્યક્તિત્વ પણ ખીલી ઊઠશે. શહેરના રિજિયોનલ સાયન્સ સેન્ટર દ્વારા પણ ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને ખાસ સમર વર્કશોપનું આયોજન કરાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.