ડો. સતિષ મકવાણા વિભાગીય નાયબ નિયામક,ગાંધીનગરે સાબરકાંઠાની મુલાકાત લી

ડો. સતિષ મકવાણા વિભાગીય નાયબ નિયામક,ગાંધીનગરે સાબરકાંઠાની મુલાકાત લી


ડો. સતિષ મકવાણા વિભાગીય નાયબ નિયામક,ગાંધીનગરે સાબરકાંઠાની મુલાકાત લીધી
*******
“ડે કેર કિમોથેરાપી સેન્ટર” થી કેન્સરના દર્દીઓને છેક અમદાવાદ સુધી સારવાર માટે નહી જવું પડે- ડો સતિષ મકવાણા
*************
જનસામાન્યના સ્વાસ્થ્યની કાળજી માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ભારત સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા આ યોજનાઓના છેવાડાના માનવી સુધી પહોચે તે માટે હર હંમેશ કટિબદ્ધ રહે છે. આ યોજનાની અમલવારી અંગે ડો. સતિષ મકવાણા વિભાગીય નાયબ નિયામકશ્રી, ગાંધીનગરે સાબરકાંઠાના ઇડરના સાપાવાડાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને મેડિકલ કોલેજ હિંમતનગરની મુલાકાત લીધી હતી.
આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત આભા આઇ.ડી. બનાવવાની કામગીરીના નિરિક્ષણ માટે આ મુલાકાત લઇ જણાવ્યં કે, "આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ" (ABHA) તરીકે ઓળખાતું ડિજિટલ હેલ્થ આઈડી ૨૭મી સપ્ટેમ્બર,૨૦૨૧ના રોજ,લોન્ચ કરવામાં આવી હતી. આ મિશનનો ધ્યેય ભારતના તમામ નાગરિકોને ડિજિટલ હેલ્થ આઈડી પ્રદાન કરવાનો છે. જે તબીબી રેકોર્ડ્સ સુધી સરળતાથી પહોંચવાની સુવિધા આપશે. આ ID એ 14-અંકનો ઓળખ નંબર છે જેનો ઉપયોગ ભારતમાં ગમે ત્યાંથી થઈ શકે છે. આમ, તમે કોઈપણ ભૌગોલિક અવરોધો વિના સમગ્ર ભારતમાં તબીબી વ્યાવસાયિકો સાથે તમારી સ્વાસ્થ્ય માહિતી શેર કરી શકો છો. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૧ માસમાં ૮૧૦૬૨ વ્યક્તિઓના આભા આઇ.ડી બનાવવામાં આવ્યા છે.
જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજની મુલાકાત લઇ "ડે કેર કિમોથેરાપી સેંટર"ની કામગીરીની સમીક્ષા કરી જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લાના કેન્સરની બિમારીના જે દર્દીઓ જી.સી.આર.આઇ (એ એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ), અમદાવાદ ખાતે જરુરી નિદાન અને સારવારની સેવાઓ લેતા દર્દીઓને હવેથી અમદાવાદ ખાતે કિમોથેરાપીની સારવાર માટે જવું પડ્શે નહી. તેઓને હિમતનગર જી.એમ.ઇ.આર.એસ હોસ્પીટલ ખાતે શરું કરવામા આવેલ ડે કેર કિમોથેરાપી સેંટર ખાતે જરુરી સેવાઓ મળી રહેશે. જેથી દર્દીઓને શારિરીક હેરાનગતિ ઓછી થશે અને સાથે નાણાંની બચત પણ થશે.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »