યુરિયા ખાતરની સાથે અન્ય કોઈપણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ કરાયો નથી: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8geahxvphgroyehb/" left="-10"]

યુરિયા ખાતરની સાથે અન્ય કોઈપણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ કરાયો નથી: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ


રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિઓ ધ્યાને આવશે તો તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરાશે

ખેતીની સીઝન દરમિયાન રાજ્યમાં ક્યાંય પણ યુરિયા ખાતરની અછત સર્જાઈ નથી: રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

યુરિયા ખાતરની ખરીદી સાથે અન્ય કોઈપણ વસ્તુ ફરજિયાત પણે ખરીદવા અંગે રાજ્ય સરકાર દ્વારા કોઇપણ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો નથી. જો રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિઓ વિભાગના ધ્યાને આવશે તો ચોક્કસપણે તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહ ખાતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.

સભ્યશ્રી દ્વારા નેનો યુરિયા અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, દાણાદાર યુરિયાના વપરાશથી આ ખાતરમાં રહેલા નાઇટ્રોજન તત્વનો ૩૦ ટકા જેટલો જથ્થો ભેજ સાથે જમીનમાં ઉતરી જાય છે અને જમીનની ભૌતિક સ્થિતિ બગડે છે. હવામાં ઉડી જતા નાઇટ્રોજનનો વ્યય અટકાવવા માટે ખેડૂતોને નેનો યુરિયા વપરવા માટે પ્રેરીત કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે, નેનો યુરિયાની ૫૦૦ મિલી.ની એક બોટલ, ૪૫ કિગ્રાની એક બેગ યુરિયા બરાબર છે. નેનો યુરિયાથી ખાતરોના આડેધડ ઉપયોગથી પર્યાવરણને થતું નુકશાન અટકે છે તેમજ કૃષિ પેદાશોની ગુણવત્તા અને પોષક મુલ્યમાં વધારો થાય છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં ક્યાંય પણ યુરિયા ખાતરની અછત સર્જાઈ નથી. પાકની સીઝન દરમિયાન યુરિયા ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો પૂરો પાડવામાં આવે છે. રાજ્યમાં એક-બે જગ્યાએ નિશ્ચિત કારણોસર ખાતર પહોંચવામાં મોડું થયું છે, પરંતુ અછત સર્જાઈ નથી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પોતે પણ ખેડૂતોની ચિંતા કરી ખાતરનો જથ્થો સમયસર મંજૂર કરે છે અને જથ્થો ઉપલબ્ધ પણ કરાવે છે.

રિપોર્ટ વિનોદ પગી


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]