બોટાદના બાબરકોટ પાસે જ્ઞાનમંદિર સ્કુલની બસ અને ફોર વ્હીલ વચ્ચે ધડાકા ભેર અકસ્માત થતા પતિ પત્નીનો આબાદ બચાવ - At This Time

બોટાદના બાબરકોટ પાસે જ્ઞાનમંદિર સ્કુલની બસ અને ફોર વ્હીલ વચ્ચે ધડાકા ભેર અકસ્માત થતા પતિ પત્નીનો આબાદ બચાવ


બોટાદના બાબરકોટ પાસે જ્ઞાનમંદિર સ્કુલની બસ અને ફોર વ્હીલ વચ્ચે ધડાકા ભેર અકસ્માત થતા પતિ પત્નીનો આબાદ બચાવ

બોટાદના બાબરકોટ ચોકડી પાસે સ્કુલ બસ અને ફોર વ્હીલ કાર વચ્ચે ધડાકા ભેર અથડાતા કારના કુરચે કુરચા નીકળી ગયા હતા જયારે ગાડીના ચાલક અને તેના પત્નીને ઈજા થતા બોટાદની સબીહા હોસ્પિટલ ખાતે સારવાર ખસેડેલ વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા.જાણવા મળતી માહિતી મુજબ બોટાદ ના બાબરકોટ ચોકડી પાસે જ્ઞાનમંદિર સ્કુલ ની બસ GJ-33 T.1103 અને રાજકોટના સિદ્ધિ વિનાયક 6 ખાતે રહેતા આકાશભાઈ દેવાભાઈ પાંચિયા ઉ.વ 21 અને તેના પત્ની રિધ્ધિબેન આકાશભાઈ પાંચિયા ઉ.વ 20 પોતાના મિત્ર ગાડી ફોર વ્હીલ કાર GJ-33F.5046 અને સ્કુલ બસ વચ્ચે ધડાકા ભેર અકસ્માત થતા કારના કુરચે કુરચા ઉડી ગયા હતા સદનસીબે કાર ચાલક અને તેના પત્નીનો આબાદ બચાવ થયો અને અકસ્માતની જાણ થતા જ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે બોટાદની સબીહા હોસ્પિટલ ખાતે ખાસેડાયા હતા જ્યાથી વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરાયા હતા આ અકસ્માત એટલો બંધો ભંયકર હતો કે ફોર વ્હીલ ગાડી ટોટલ લોસ થઈ ગઈ હતી જયારે અકસ્માતની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ લખાય રહ્યું છે ત્યા સુધી પોલીસ ફરિયાદ થવા પામી ન હતી.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.