સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે સ્પોર્ટ દિવસની ઉજવણી કરવામાં આવી. - At This Time

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે સ્પોર્ટ દિવસની ઉજવણી કરવામાં આવી.


બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ
તા.૧૧/૦૧/૨૦૨૪

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ નેત્રંગ, જિ.ભરૂચ ખાતે આજ રોજ તા.૧૧/૦૧/૨૦૨૪ના રોજ SPORTS DAY ની ઉજવણી કરવામાં આવી. આજના પ્રસંગે મુખ્ય મહેમાન નેત્રંગ તાલુકાના પોલિસ સબ ઇન્સ્પેક્ટર આર.આર.ગોહિલ અને વિસ્તરણ અધિકારી યોગેશભાઈ પવાર ઉપસ્થિત રહ્યા હતા. આ દિવસે સંસ્થાના આચાર્ય ડૉ.જી.આર.પરમાર અને ઉપસ્થિત તમામ અધ્યાપકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.