ગારીયાધાર તાલુકાની પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા, ગારીયાધાર મુકામે સંપન્ન." - At This Time

ગારીયાધાર તાલુકાની પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા, ગારીયાધાર મુકામે સંપન્ન.”


"ગારીયાધાર તાલુકાની પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા, ગારીયાધાર મુકામે સંપન્ન."

ભાવનગર જીલ્લાના ગારીયાધાર મુકામે તારીખ.૦૭-૦૧-'૨૪ ને રવિવારના ના રોજ ગારીયાધાર તાલુકા પેન્શનર મંડળીની વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી હતી,જેમાં તાલુકાના નિવૃત્ત કર્મચારીઓ જે પેન્શનર મંડળ ના સભ્યોએ હાજરી આપી હતી.
મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળ વડોદરા ના પ્રમુખશ્રી નિર્મળસિંહજી રાણા સાહેબ, સંજોગો વશાત હાજર રહી શક્યા નહી હોવાથી તેમના પ્રતિનિધિ તરીકે ભાવનગર જિલ્લા મહામંડળના ટ્રસ્ટી શ્રી ભુપેન્દ્રસિંહ વાળા સાહેબે હાજરી આપી જેમનું ગારીયાધાર પેન્શનર મંડળના સંચાલક શ્રી રામજીભાઈ.બી.નાવડીયા એ શા ઓઢાડી સ્વાગત કરેલ. તેમજ ઘોઘા અને પાલિતાણા તાલુકા માંથી પધારેલ પ્રમુખશ્રી - મંત્રીશ્રીઓનું શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવેલ,અને પ્રમુખ શ્રી ભગવાનભાઈ ગોટી અને અધ્યક્ષ શ્રી ગોપાલજીભાઈ. આર. ગોટી સાહેબે અંતર ની શુભેચ્છાઓ પાઠવી હતી.
ગારીયાધાર તાલુકા પેન્શન મંડળે આ વર્ષનું કેલેન્ડર છપાવી તેનું શ્રી ભુપતભાઈ વાળા સાહેબના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. કેલેન્ડર તમામ હાજર રહેલ કર્મચારીઓને વિતરણ કરવામાં આવેલ.
આ વાર્ષિક સાધારણ સભાના ભોજન ના દાતાશ્રી રામજીભાઈ. બી. નાવડીયા નું ભુપેન્દ્રસિંહ વાળા સાહેબના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું ત્યાર બાદ ૭૫ વર્ષ પૂર્ણ કરનાર પેન્શનર નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું જેમાં “ મોટા ચારોડિયાના શ્રી ભાનુમતિબેન રતિલાલ ત્રિવેદીએ મહિલા ગૌરવ એવોર્ડ રાજ્યકક્ષાનો મેળવેલ તેમનું સન્માન શ્રી ઇન્દુબેન હિંમતલાલભાઈ મહેતા ના વરદ હસ્તે શાલ, પુષ્પગુચ્છ તેમજ નાની પુસ્તિકા દ્વારા વિશાળ જન સમૂહમાં સન્માન કરવામાં આવતા તાળીઓના ગડગડાટથી સભા હોલ ગુંજી ઉઠ્યો હતો.
સાધારણ સભામાં ઉપસ્થિત રહેલ મહાનુભાવો એ પ્રસંગોને અનુરૂપ પ્રવચન શ્રી કિશોરભાઈ ત્રિવેદી અને યશવંતભાઈ ઉપાધ્યાય અને ગોવિંદભાઇ સાહેબે વિતેલ સમય અને સાંપ્રત શિક્ષણની સ્થીતી બતાવી - માર્ગદર્શન આપ્યું હતું .રાષ્ટ્રીય આજીવન વિજ્ઞાન શિક્ષક શ્રી નાનાભાઈ ત્રિવેદીએ નિવૃત્તમાં પ્રવૃત્તિ રહી વિજ્ઞાનના ક્ષેત્રોમાં કરેલ વિશેષ શોધોનો શૈક્ષણિક વર્કિંગ પ્રોજેક્ટ ની માહિતી જિલ્લા રાજ્ય રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન ક્ષેત્રમાં વિદ્યાર્થી મિત્રોને દર્શન કરાવ્યા તેનું અનુભવ કહ્યા,
સભાના પ્રમુખશ્રી ભુપેન્દ્રસિંહ વાળા સાહેબે ઉદ્બોધન કર્યું જે ખૂબ જ ઉપયોગી માહિતી આપી અને અંતમાં પેન્શન મંડળના ખજાનચી હિંમતલાલ ભાઈ મહેતા તેમજ મંડળના મંત્રીશ્રી બાબુલાલભાઈ મકવાણા સાહેબે સભામાં પધારેલા મહેમાનોનું અને પેન્શનરો નો આભાર વ્યક્ત કર્યો હતો. સભાનું સંચાલન શ્રી કમલેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલ.( અહેવાલ - અતુલ શુક્લ દામનગર અમરેલી.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.