ત્રણ લાખના ચેક રીટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો આપતી ભાયાવદરની અદાલત - At This Time

ત્રણ લાખના ચેક રીટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો આપતી ભાયાવદરની અદાલત


પ્રોક્સી એડવોકેટ તરીકે ઉપલેટાના એડવોકેટની દલીલ ગ્રાહ્ય રાખતી ભાયાવદર કોર્ટ

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૦૭ મે ૨૦૨૩, ભાયાવદર કોર્ટમાં ચાલેલ ચેક રિટર્નના કેસની અંદર રાજકોટના દીપકભાઈ રાઘવજીભાઈ કોરડીયા નામના વ્યક્તિને રૂપિયા ત્રણ લાખના ચેક રિટર્નના કેસની અંદર નિર્દોષ છુટકારો આપ્યો છ. આ કેસની અંદર એડવોકેટ પ્રોક્ષી તરીકે રોકાયેલા એડવોકેટની દલીલોને અને રજુવાતો ભાયાવદર કોર્ટે ગ્રાહ્ય રાખી ચુકાદો આપ્યો છે.

આ અંગેની કેસની હકીકત જણાવતા અને પ્રોક્ષી તરીકે રોકાયેલા ઉપલેટાના એડવોકેટ જયેશ વસંતે જણાવ્યું છે કે, ભાયાવદર કોર્ટમાં ચેક રિટર્નના ચાલી રહેલા કેસ નંબર ૮૧૦/૨૦૨૨ માં ફરિયાદી કિશન જયંતીલાલ કંટારીયાએ ભાયાવદર કોર્ટની અંદર રૂપિયા ત્રણ લાખના ચેક રિટર્નના કેસની અંદર ફરિયાદીએ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ ભાયાવદર કોર્ટમાં રાજકોટના દીપકભાઈ રાઘવજીભાઈ કોરડીયા નામના વ્યક્તિ સામે કેસ દાખલ કર્યો હતો જેમાં આ કેસ ભાયાવદર નામદાર કોર્ટમાં ચાલી જતા તેમજ પ્રોક્ષી તરીકે રોકાયેલા એડવોકેટ જયેશ વસંત ની દલીલોને ગ્રામ્ય રાખીને દીપકભાઈ રાઘવજીભાઈ કોરડીયાને નિર્દોષ છુટકારો આપ્યો છે.

અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.