અભ્યાસના ડીપ્રેશનમાં યુવતીનું જાહેરમાં કેરોસીન છાંટી આત્મવિલોપન - At This Time

અભ્યાસના ડીપ્રેશનમાં યુવતીનું જાહેરમાં કેરોસીન છાંટી આત્મવિલોપન


આજરોજ રાજકોટના ધરમ નગર પાસે એક યુવતીએ સળગીને આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. હાલ આ મામલે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક વિગતો મુજબ, શહેરના પોશ વિસ્તારમાં પરિવાર સાથે જ રહી મેડીકલનો અભ્યાસ કરી રહેલી હેતલ ભોજાણીએ ડીપ્રેશનમાં આવી જાહેરમાં રોડ પર જ અગ્નિસ્નાન કર્યું છે. નિવૃત મામલતદારની દીકરી હેતલને BAMSનુ ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ આવવામાં વિલંબ થતાં છેલ્લા કેટલાક દિવસથી ડિપ્રેશનમાં હતી. ઉપરાંત પાછલા 3-4 દિવસથી વધુ ગમગીન બની હતી. જે બાદ રાત્રે 3 વાગ્યા આસપાસ ઘરની બહાર જ ખાટલો લાવી તેના પર બેસી કેરોસીન છાંટી આત્મઘાતી પગલું ભર્યું હોવાની માહિતી છે. હાલ યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.