રાજકોટ જિલ્લાના પડધરી ગામે વિજ્ઞાન જાથા દ્વારા પશુની બલી અટકાવવામાં આવી - At This Time

રાજકોટ જિલ્લાના પડધરી ગામે વિજ્ઞાન જાથા દ્વારા પશુની બલી અટકાવવામાં આવી


કમ્પ્યુટર અને ડિઝીટલ યુગમાં ૧૮મી સદીની પ્રતિતિ થાય તેવી અંધશ્રધ્ધાની શરમજનક ઘટના પડધરીના ગીતાનગર વિસ્તારમાં બની છે. પુત્ર પ્રામી અને રોગ મટાડવાની માનતા કરતા પરિવારને અંધશ્રધ્ધામાં ભ્રમિત કરી ઘેટા અને બકરાની બલી ચડાવતા લાખા બાપા અને મહાકાળી માતાજીના ભુવા સહિત ચારે ગતરાતે બે બકરાની બલી ચલાવતા વિજ્ઞાન જાથાની ટીમે પડધરી પોલીસને સાથે રાખી ઝડપી લીધા છે.

દરોડા દરમિયાન નાસભાગ મચી ગઇ હતી અને મોડીરાત સુધી પડઘરી પોલીસ મથકે ટોળે ટોળા ઘસી આવ્યા હતા. પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમે ત્રણ પશુનો જીવબચાવી ચારેય ભુવા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

પડધરીના ગીતાનગરમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા ૬૨ વર્ષના ભયલાલભાઈ ભીખુભાઈ સોલંકી, તેના પુત્ર રમેશ ભયલાલ સોલંકી, બચુ હનુ સોલંકી અને હાજાપરના વિપુલ દેવરાજ સોલંકી નામના ભુવાને બે પશુની કતલ કરી બલી ચડાવવાની માનતા પુરી કર્યાની અને માસનું પ્રસાદ તરીકે વિતરણ કરતા ઝડપી લેવામાં આવ્યા છે.

કચ્છના પરિવારને પગમાં દુઃખાની બીમારી હોવાથી દવા કરવા છતાં દુઃખાવો રહેતો હોવાથી પડધરી લાખા બાપાના મઢે મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા ગયા ત્યારે તેમને ભૂવા ભયલાલભાઈ સોલંકીએ બકરાની બલી ચડાવવાની માનતા કરવા સમજાવ્યા હતા આથી કચ્છના પરીવારે રાજકોટના જીવનનગર ખાતે બારત જન વિજ્ઞાન જાથાના સંપર્ક કરી પશુ બલીની અંધ શ્રધ્ધા અંગેની વાત કરી હતી આથી વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતા પંડ્યા દિનેશભાઈ હુંબલ , નિર્મળભાઈ મિયાત્રા, અલ્કેશભાઈ ગોહિલ બાનુબેન મનસુખભાઈ ગોહિલ અને રીમિત રાજદેવ સહિતના કાર્યકારોએ રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ અને એસ. પી જયપાલસિંહ રાઠોડનો સંપર્ક કરી પોલીસની મદદ લઈ ગઈકાલે સાંજે પડધરીના ગીતાનગર ખાતે દરોડો પાડયો હતો પડઘરી પોલીસ મથકના પી.એસ.આઈ. જી.જે.ઝાલા, વિરેન્દ્રસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ પરમાર, કિશોરભાઈ પારઘી અને વિજયભાઈ દાફડા સહિતના સ્ટાફે દરોડો પાડયો તે દરમિયાન ચારેય ભુવાએ બે ઘેટાની કતલ કરી બલી ચલાવી દીધી હતી.
પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમને જોઈ પશુ બલીનો પ્રસાદ લેવા આવલા મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન ત્રણ પશુનો જીવ બચાવવામાં આવ્યો હતો. પોલીસે સામાજીક કાર્યકર ભાનુબેન : મનસુખભાઈ ગોહિલની ફરિયાદ :: પરથી ચારેપ ભૂવા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

રિપોર્ટર:- નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.