કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઈ) ઓપન બુક એક્ઝામ પર વિચારણા કરી રહ્યું છે. - At This Time

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઈ) ઓપન બુક એક્ઝામ પર વિચારણા કરી રહ્યું છે.


નવો પ્રયોગ : CBSE ૯થી૧૨ ધોરણના વિદ્યાર્થીઓ માટે ઓપનબુક એક્ઝામ યોજશે

સીબીએસઈના ઓપન બુક એક્ઝામ પ્રસ્તાવ પર આગામી નવેમ્બરમાં પ્રાયોગિક ધોરણે અમલ થઈ શકે

ઓપન બુક એક્ઝામમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં નોટ્સ, પુસ્તકો અથવા અન્ય અભ્યાસ સામગ્રીને સાથે રાખવાની મંજૂરી

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઈ) ઓપન બુક એક્ઝામ પર વિચારણા કરી રહ્યું છે. સીબીએસઈએ ધોરણ ૯થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક એક્ઝામનો પ્રસ્તાવ મૂક્યો છે. જેનો આગામી નવેમ્બરમાં પ્રાયોગિક ધોરણે અમલ કરવામાં આવશે. નોંધનીય છે કે ઓપન બુક એક્ઝામમાં વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન પોતાની નોટ્સ, પુસ્તકો અથવા અન્ય અભ્યાસ સામગ્રીને સાથે રાખવાની અને તેમાંથી જોઈને લખવાની મંજૂરી આપવામાં આવે છે. અહેવાલો અનુસાર સીબીએસઈ પાછલા વર્ષે બહાર પાડેલ નેશનલ કરિકુલમ ફ્રેમવર્કની ભલામણોને અનુરૂપ ધોરણ ૯થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓને ઓપન બુક પરીક્ષામાં બેસાડવા વિચારણા કરી રહ્યું છે. સૂત્રો અનુસાર આ વર્ષના અંતમાં નવથી ૧૦ના વર્ગો માટે અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન વિષય તથા ધોરણ ૧૧ અને ૧૨ના વર્ગો માટે અંગ્રેજી, ગણિત તથા જીવવિજ્ઞાનના વિષય માટે કેટલીક શાળાઓમાં ઓપન બુક ટેસ્ટનો એક પાયલોટ પ્રોજેક્ટ રન કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કે જેથી તેમાં લાગનારા સમયનું મૂલ્યાંકન કરી શકાય. ઓપન બુક પરીક્ષા શું છે?

ઉલ્લેખનીય છે કે ઓપન બુક પરીક્ષામાં વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન પેપરની સાથોસાથ જ પોતાની નોટ્સ, પાઠયપુસ્તક અથવા તો તૈયાર કરેલી અભ્યાસ સામગ્રીને લઈને બેસી શકે છે. જો કે સ્વાભાવિક રીતે જ આ પરીક્ષા બંધ પુસ્તકવાળી પરીક્ષાની સરખામણીએ જરાપણ સરળ હોતી નથી. ઘણીવાર તો તે વધારે પડકારજનક હોય છે કેમ કે આ ટેસ્ટમાં વિદ્યાર્થીની યાદશક્તિ નહીં પણ તેની સમજ અને અવધારણાઓનું વિશ્લેષણ અથવા લાગુ કરવાની ક્ષમતાનું માપન કરે છે. તેમાં ફક્ત પુસ્તકમાંથી

ઉતારો કરવાનો હોતો નથી. ક્યારથી અમલી બનાવાશે?

રિપોર્ટ અનુસાર આના માટેના પાયલોટ પ્રોજેક્ટને આગામી નવેમ્બર અથવા ડિસેમ્બરમાં આયોજિત કરવાનો પ્રસ્તાવ છે. તેના અનુભવના આધારે બોર્ડ એ નક્કી કરશે કે ધોરણ ૯થી ૧૨ માટે તેની તમામ શાળાઓમાં તેને અપનાવી શકાય કે નહીં? બોર્ડ જૂન સુધીમાં ઓબીઈ પાયલોટની ડિઝાઇન તથા તેની તૈયારી પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યું છે તથા તેને માટે દિલ્હી યુનિવર્સિટી સાથે વાટાઘાટો કરવાનો નિર્ણય કરાયો છે. અગાઉ પણ યોજના બની હતી

સીબીએસઈએ આ અગાઉ ૨૦૧૪- ૧૫થી ૨૦૧૬-૧૭ સુધીના ત્રણ વર્ષ દરમિયાન ધોરણ ૯ અને ધોરણ ૧૧ની ફાઈનલ પરીક્ષાઓ માટે ઓપન ટેસ્ટ આધારિત મૂલ્યાંકન અથવા ઓટીબીએ ફોર્મેટનો
ઉપયોગ કર્યો હતો પરંતુ હિતધારકો તરફથી નકારાત્મક પ્રતિક્રિયા મળવાના કારણે તેને લાગું કરવામાં આવ્યું ન હતું.

રીપોર્ટ : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.