તંત્રની મીઠી નજરની નિતી કાર્યવાહી માત્ર કાગળ પર,બોટાદ શહેરમાં પ્લાસ્ટિકના ઝભલાનો બેરોકટોક થય રહ્યો છે વપરાશ - At This Time

તંત્રની મીઠી નજરની નિતી કાર્યવાહી માત્ર કાગળ પર,બોટાદ શહેરમાં પ્લાસ્ટિકના ઝભલાનો બેરોકટોક થય રહ્યો છે વપરાશ


તંત્રની મીઠી નજરની નિતી કાર્યવાહી માત્ર કાગળ પર,બોટાદ શહેરમાં પ્લાસ્ટિકના ઝભલાનો બેરોકટોક થય રહ્યો છે વપરાશ

પ્લાસ્ટિકના પ્રતિબંધ પર અધિકારીયો ની બેદરકારી ,વપરાશ અટકાવવા કડક કાર્યવાહીની જરૂર,તંત્રની નિતી કાગળ પર રહેતા વધી રહ્યુ છે પ્લાસ્ટીકનુ પ્રદુષણ

સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે પંરતુ બોટાદ શહેરમાં પ્લાસ્ટિકનુ વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે બોટાદ નગરપાલિકાની કાગળ પરની નીતિને કારણે શહેરમાં જ્યાં અને ત્યાં પ્લાસ્ટિકના ઝભલા થેલીઓની વપરાશ વધવા પામી છે 20 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકના ઝભલા થેલીનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ હોવા છતાં તે સુચનાનો અમલ કરાવવા બોટાદ નં.પાલિકા તંત્ર નિષ્ફળ નીવડયું છે અને કામગીરી માત્રને માત્ર કાગળ ઉપર થઈ હોય તેવુ લાગી રહ્યુ છે બોટાદ પંથકમાં પ્લાસ્ટિકના ઝભલાનું વેચાણ ખુલ્લે આમ થઈ રહ્યુ છે અને તેનો ઉપયોગ પણ થઇ રહ્યો છે ઉપયોગ કર્યાબાદ શહેરના નાગરિકો દ્વારા તેમાં કચરો ભરીને જ્યાં ત્યાં ફેંકવામાં આવે છે પરંતુ શહેરની જનતા શુ કરે ? આ વિષય પર નાગરીકોને પુછતા તેવોએ જણાવ્યુ કે શહેરના અનેક વિસ્તારોમા કચરો નાખવાની કોઈ સુવિધાજ નથી અને ટ્રેકટર આવે છે તો જાણપણ નથીથતી ત્યારે કોઈ વિસ્તારના લોકો દ્વારા નિર્ધારીત કરેલ જગ્યા એ કચરો નાખવામા આવે છે તો કચરો નિયમિત ઉપાડાતો પણ નથી ત્યારે આ કચરા ભરેલા આવા પ્લાસ્ટિકના ઝભલાઓ મુંગા પશુઓ ખાય છે અને મોતને ભેટવાના પણ બનાવો અહીંજ બને છે.ત્યારે શહેરમાં પ્લાસ્ટિકના પ્રતિબંધનો કડકમાં કડક અમલ કરવા અને કચરો નિયમિત લઈ જવા અને વિસ્તારોમા કચરો નાખવાની વ્યવસ્થા કરી આપવા શહેરની જનતા દ્વારા લોકમાંગ ઉઠી છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.