પોરબંદર દરજી સોસાયટી માં માનવ સેવા ઉત્કર્ષ મંડળ દ્રારા નવા વર્ષનું સ્નેહ મિલન અને ભાવ વંદના અંતર્ગત વયોવૃદ્ધ વડીલો નું થયું હતુ ભાવ પૂજન કરાયું - At This Time

પોરબંદર દરજી સોસાયટી માં માનવ સેવા ઉત્કર્ષ મંડળ દ્રારા નવા વર્ષનું સ્નેહ મિલન અને ભાવ વંદના અંતર્ગત વયોવૃદ્ધ વડીલો નું થયું હતુ ભાવ પૂજન કરાયું


સાચી અને નિસ્વાર્થ લાગણી હશે તો એ સંબંધો ને ક્યારેય કાટ લાગતો નથી. ડો ઈશ્વર લાલ ભરડા

ગોસા(ઘેડ) પોરબંદર તા.૧૬/૧૧/૨૦૨૩
પોરબંદર દરજી જ્ઞાતિ, લક્ષ્મી નગર અને હાઉશીંગ એમ ત્રણેય સોસાયટીનું દરજી સોસાયટી માનવ સેવા ઉત્કર્ષ મંડળ નું નૂતન વર્ષ ની સ્નેહ ભરી આપલે કરવા ભાઈ બીજના પવિત્ર દિવસના રોજ સ્નેહ મિલન યોજાયું હતું
પોરબંદર ના છાંયા -બિરલા રોડ સ્થિત શ્રી વાંઝા દરજી જ્ઞાતિ ની વંડી ખાતે સિનિયર સીટી જન શ્રી હેમુભાઈ મદલા ણી તથા વંડીના પ્રમુખ શ્રી મોહન ભાઈ વાઢેર ની નિશ્રા માં સ્નેહ મિલન અનેરા ઉત્સાહ ભેર સંપન્ન થયુ હતું. સમાજ અગ્રણી સર્વ શ્રી નારણ ભાઈ ઠકરાર (દલાલ )શ્રીબિપિન ભાઈ જાની, ભૂરાભાઈ ઓડેદરા, બાબુભાઇ પાજરી, વિપિન ભાઈ કકકડ,નરેન્દ્ર ભાઈ કાનાણી, ચંપક ભાઈ વડેરા, જૅ. આર. રાણા. નટુભાઈ છાંયા રામભાઈ ખૂંટી. ની ઉપસ્થિત માં આ વિસ્તાર ના સક્રિય કાઉન્સિલર શ્રી કાંતિભાઈ કાણકિયા ના હસ્તે સ્નેહ મિલન ને ખુલું મુકાયું ત્યારે સૌએ તાળીઓના નાદ થી વધાવ્યુ હતું
આ પ્રસંગે જાણીતા કેળવણીકાર ડો ઈશ્વર લાલ ભરડા એ એક દાયકા થી આ મિલન સમારોહ યોજતા યુવાનોને સંબોધન કરતા જણા વ્યુ કે સાચી અને નિ સ્વાર્થ પ્રેમ – લાગણી હશે તો એ માનવીયબ સબન્ધો ને કયારેય કાટ લાગતો નથી. આ પ્રસંગે નિવૃત શિક્ષક શ્રી હરિ ભાઈ રાણીંગા જણા વ્યુ હતું કે દુનિયામાં સ્નેહ સર્વોપરી છે આજે જૅ કાંઈ સમાજમાં સમસ્યાઓ ઉદભવે છે તેની પાછળ નું કારણ સ્નેહ નો અભાવ છે ત્યારે સ્નેહ નો સેતુ જાળવી રાખવા આહવાન કર્યું હતુંપ.
આ પ્રસંગે વડીલ ભાવ વંદના અંતર્ગત વયો વૃદ્ધ શ્રી પ્રભુ દાસ પાબારી. હેમુભાઈ મદ લાણી, નારણ ભાઈ ઠકરાર (દલાલ ) નું કાઉન્સિલર શ્રી કાંતિભાઈ કા ણ કિયા ના હસ્તે અડકેરૂ સન્માન અપાયું હતું કાર્યકેમનું સંચાલન સેવા કર્મી યુવા શ્રી વિરલ ભાઈ કાં ણ કિયા અને જ્યંતી ભાઈ રાઠોડ એ સઁભાળ્યું હતું જયારે આભાર વિધિ શ્રી ધર્મેશભાઈ મઢવી એ કરી હતી
કાર્યકમને સફળ બનાવાવા દિપકભાઈ રૂઘાણી.શ્રી જેઠુ ભાઈ માલમ. માલદેભાઇ ચૌહાણ.વંડી ના વ્યવસ્થાપક ડોડીયા ભાઈ ગગજી ભાઇ ગાગલીયા . એ સારી જહેમત ઉઠાવી હતી. મિલન સમારંભ માં જગદીશ ભાઈ મોતી વરસ, જીતુભાઇ માંડલિયા, પ્રદીપ ભાઈ બામણીયા, પ્રાણ ભાઈ રાઠોડ, પરેશ ભાઈ શિયાળ. પ્રહલાદ ભાઈ મૂલચંદાની, લઘુભાઈ, અનિલભાઈ તન્ના, દેવા ભાઈ અખિયા, કરસનભાઈ ચૌહાણ, નરેન્દ્ર ભાઇ જોશી. ભીખુ ભાઇ કેશવાલા. સાગર ભાઇ પોપટ, હરિભાઈ રાણીંગા. ડો ઈશ્વર લાલ ભરડા સંજય ભાઇ રૂઘાણી સહીત ત્રણેય સોસાયટી ના પ્રભુદ્ધ નાગરિકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.