*ગારીયાધાર પટેલ વાડી ખાતે શહેર-તાલુકા ભાજપ સમિતિની બેઠક યોજાઈ* - At This Time

*ગારીયાધાર પટેલ વાડી ખાતે શહેર-તાલુકા ભાજપ સમિતિની બેઠક યોજાઈ*


*ગારીયાધાર પટેલ વાડી ખાતે શહેર-તાલુકા ભાજપ સમિતિની બેઠક યોજાઈ*

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો તેજ થતો જાય છે વિવિધ લોકસભા વિસ્તારમાં લોકો કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાઇ રહ્યાં ના દ્રશ્યો સામે આવી રહ્યાં છે

ત્યારે ગારીયાધારમાં મોટી સંખ્યામાં AAP અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે જેમાં આમ આદમી પાર્ટીના ભાવનગર જીલ્લાના પુર્વ પ્રમુખ ઘનશ્યામ ઢાંકેચા.ગારીયાધાર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ સુરેશ ઝડફીયા. તાલુકા મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન કોટડીયા. તાલુકા યુવા મોરચાના પુર્વ પ્રમુખ જૈમીશ અણધણ. જીલ્લા સંગઠન મંત્રી બકુલ ઇટાલીયા. તેમજ કોગ્રેસના વિજયભાઈ સોમલ. રમેશ ગલાણી સરંભડા.ભાવેશ દેત્રોજા વગેરે ૩00 કાર્યકર્તા આપ-કોગ્રેસ છોડી કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા

જ્યારે ઉપસ્થિત આગેવાનો સાંસદ નારણભાઈ કાછડીયા. પુર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી. જીલ્લા ભાજપ પ્રમુખ આર. સી. મકવાણા. તાલુકા ભાજપ પ્રભારી ગોપાલભાઈ વાઘેલા તેમજ સંગઠનના વિવિધ આગેવાનોએ તમામને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા અને આગામી ચૂંટણીમાં ભાજપ પક્ષને ૪૦૫ થી વધુ સીટો મળે તે માટે તમામ કાર્યકરોએ મહેનત કરવા જણાવ્યું હતું જેથી આગામી લોકસભામાં ધારેલા કામો તેમજ સંવિધાનમાં ફેરફાર પણ કરી શકીએ તેમ જણાવ્યું હતું

રીપોટર- વિશાલ બારોટ ગારીયાધાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.