મો.સા.ચોરીના ગુન્હાના આરોપીને ચોરાયેલ મો.સા.સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરતી જીલ્લા ટ્રાફિક શાખા,બોટાદ - At This Time

મો.સા.ચોરીના ગુન્હાના આરોપીને ચોરાયેલ મો.સા.સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરતી જીલ્લા ટ્રાફિક શાખા,બોટાદ


મો.સા.ચોરીના ગુન્હાના આરોપીને ચોરાયેલ મો.સા.સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરતી જીલ્લા ટ્રાફિક શાખા,બોટાદ

બોટાદ ટ્રાફીક શાખાના અધિકારી તેમજ કર્મચારીઓ બોટાદ ટાઉનમાં પેટ્રોલીગમાં હતા.દરમ્યાન તા.૧૪/૦૩/૨૦૨૪નાં રોજ સબીહા હોસ્પીટલ રોડ,બોટાદ ખાતે ટ્રાફીકની ટીમનાં વાહન ચેકીંગ દરમ્યાન એક ઇસમ નંબર પ્લેટ વગરનું હિરો કંપનીનું સ્પેલન્ડર મો.સા.સાથે શંકાસ્પદ રીતે મળી આવેલ હોઈ,તે ઈસમને ઉભો રાખી તેનું નામ ઠામ પુછતા પોતાનું નામ પ્રફુલભાઇ વલ્લભભાઇ ડોડીયા ઉ.વ.૨૯ રહે.ગામ ગુંદાળ(જામ)તા.જસદણ જી.રાજકોટ વાળો હોવાનું જણાવેલ હોય,અને તેની પાસેના મો.સા.ના કોઇ આધાર પુરાવા કે ડ્રાઇવીંગ લાયસન્સના હોય,અને ત્યારબાદ ખાનગી રાહે હકીકત મળેલ કે ઉપરોકત વાહન આજીડેમ પો.સ્ટે વિસ્તાર માંથી ચોરાયેલ હોય અને શંકાસ્પદ હોય.જેથી મચકુર ઇસમ પ્રફુલભાઇ વલ્લભભાઈ ડોડીયા પાસેથી મો.સા બાબત જીણવટભરી રીતે તપાસ કરતા મજકુર ઇસમએ મો.સા.બાબતે કોઇ સત્ય હકીકત જણાવેલ ના હોય,અને માલીકીપણા અંગે ગલ્લાતલ્લા કરતો હોય અને મો.સા.શંકાસ્પદ હોય અને કોઇપણ રીતે છળકપટથી મેળવેલ હોવાનું જણાઇ આવેલ હોય,જેથી મજકુર ઇસમના કબ્જાનું ઉપરોકત મો.સાની કિ.રૂ.20,000/- છે. તેમજ મજકુર ઈસમને સી.આર.પી.સી કલમ.૪૧(૧).(ડી) મુજબ અટક કરવામાં આવેલ અને વધુ તપાસ કરતા સદરી મો.સા.આજીડેમ પો.સ્ટે.રાજકોટ સીટી ગુ.ર.નં.૧૧૨૦૮૦૦૨૨૪૦૨૦૭/૨૦૨૪ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય,જે મો.સા. ચોરીનો અનડીટેકટ ગુન્હો શોધી કાઢેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.