માળિયા મિયાણા આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ સુપ્રિ.ના ત્રાસથી ડ્રેસરે ઘેનની ગોળીઓ ખાઈ લીધી. - At This Time

માળિયા મિયાણા આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ સુપ્રિ.ના ત્રાસથી ડ્રેસરે ઘેનની ગોળીઓ ખાઈ લીધી.


માળીયા મિયાણા આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતી યુવતીને ફરજમાં ન આવતી કામગીરી કરાવીને ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા ત્રાસ અપાતો હોવાનાં આક્ષેપો નવા છે. આવા કારણસર યુવતિએ ૪૦ થી ૫૦ જેટલી વધુ પડતી ઊંઘની ટીકડી ખાઇ જતાં તેણીને વધુ સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાઇ છે.
બીજીબાજુ સારવાર હેઠળ રહેલી અસરગ્રસ્ત યુવતિના વાલીઓ અને જાગૃતોએ આજે સિવિલ હોસ્પીટલ ખાતે માળીયા મીયાણા આરોગ્ય કેન્દ્રનાં ઈન્ચાર્જ મહિલા સુપ્રિન્ટેન્ડેન્ટ સામે બળાપો કાઢી તેમની સામે પગલા ભરવાના સુત્રોચ્ચાર કરી આઇજી સમક્ષ રજુઆત માટે જવાની ચિમકી આપી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ જુનાગઢ હાલ આરોગ્ય કેન્દ્ર ક્વાર્ટસ, માળીયા મિયાણા રહેતી હેતલબેન વિજયભાઈ પરમાર (ઉ.૨૦) એ ગઇ તા.૧૨ના રોજ રાત્રીના ૯ વાગ્યે સીએમસી કવાર્ટરમાં ઉંઘની વધુ પડતી ગોળીઓ ખાઇ લેતા તેણીની હાલત બગડી હતી.
હાલ શહેરની સિવિલ હોસ્પીટલમાં હેતલને દાખલ કરાઇ છે. બીજીબાજુ હેતલનાં વાલીઓએ આક્ષેપો કર્યા હતા કે હેતલ માળીયા મિયાણા આરોગ્ય કેન્દ્રમાં નર્સિંગ સ્ટાફમાં ડ્રેસર તરીકે કોન્ટ્રાક્ટ બેઇઝ પર નોકરી કરે છે. હવે દર્દીઓના ડ્રેસીંગની સાથે સાથે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.નિશા ભિમાણી દ્વારા ટાંકા લેવાની પણ કરજ પાડીને ત્રાસ અપાય છે. અગાઉ પણ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પગાર કાપી લેવાયો હતો. વાલીઓએ રોષભેર આક્ષેપ કર્યો કે હેતલનો વાંક ન હોવા છતાં માફી માંગી હતી. છતાં તેણીને નોકરીમાંથી છુટ્ટી કરી દેવાઈ છે.
આ બાબતે ન્યાય મેળવવા સમાજનાં આગેવાનોને ભેગા કરી રેન્જ આઈજીને રજુઆત કરવા જવાશે તેવી કેતલનાં પિતાએ ચિમકી આપી છે.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.