બોર્ડનાં પેપર ચકાસણીનો આજથી પ્રારંભ ધો. 10નાં પેપરદિઠ નિરિક્ષકોને 7.50 ના બદલે 8.50 અને ધો. 12 ના 1 પેપર માટે 8 નાં બદલે 9 રૂપિયા મહેનતાણું મળશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xc9ly0xw2dwuaqma/" left="-10"]

બોર્ડનાં પેપર ચકાસણીનો આજથી પ્રારંભ ધો. 10નાં પેપરદિઠ નિરિક્ષકોને 7.50 ના બદલે 8.50 અને ધો. 12 ના 1 પેપર માટે 8 નાં બદલે 9 રૂપિયા મહેનતાણું મળશે.


આજે શુક્રવારથી ધો ૧૦ અને ધો ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાની ઉત્તવહી ચકાસણીનો પ્રારંભ થયો છે. રાજ્યના ૭૫,૦૦૦ જેટલા શિક્ષકો પ્રશ્નપત્ર ચકાસણીની પ્રક્રિયામાં જોડાશે. ધો.૧૦ની પરીક્ષાનાં પ્રશ્નપત્રોની ઉત્તરવહી ૨૦૪ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર જ્યારે ધો ૧૨ સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રોની ઉત્તરવહી ૧૮૪ જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ચાકાસાશે. જ્યારે ધો ૧૨ સાયન્સના પ્રશ્નપત્રોની ઉત્તરવહીની ૬૫ જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ચકાસણી કરાશે. બોર્ડે પેપર ચકાસણીના મહેનતાણામાં વધારો કર્યો છે. ગત વર્ષે ઘો ૧૦માં શિક્ષકને એક ઉત્તરવહીની ચકાસણી માટે ૭.૫૦ રૂપિયા અપાતા હતા. તેના સ્થાને આ વર્ષે ૮.૫૦ રૂપિયા અપાશે. ૧૨ સામાન્ય પ્રવાહમાં શિક્ષકને પેપર દીઠ ૮ રૂપિયા અપાતા હતા, હવે ૯ રૂપિયા અપાશે. જ્યારે ધો ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ગત વર્ષે ઉત્તરવહીની ચકાસણી માટે ઉત્તરવહી દીઠ ૧૦ રૂપિયા અપાતા હતા. તેમાં આ વખતે પણ ૧૦ રૂપિયા જ અપાશે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]