મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી કિ.રૂ.૨૦,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ - At This Time

મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી કિ.રૂ.૨૦,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ


પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, પી.આર. સરવૈયા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

ગઇકાલ તા.૨૨/૦૬/૨૦૨૨નાં રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાના શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન મળેલ માહિતી આધારે મહેશભાઇ વલ્લભભાઇ ગોહિલ ઉ.વ.૨૭ ધંધો-ખેતી રહે.પાંડેરીયા તા.પાલીતાણા જી.ભાવનગરવાળાને પાલીતાણા ભીલવાસ, તળાજા રોડ પરથી કાળા કલરનાં હોન્ડા કં૫નીનાં આગળ-પાછળ રજી. નંબર પ્લેટ વગરનાં શાઇન મો.સા. સાથે મળી આવેલ.તેની પાસેથી મોટર સાયકલનાં કોઇ આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે મો.સા.નાં એન્જીન નંબર-JC65ET1018542 તથા ચેસીસ નંબર-ME4JC654BHT012522 આધારે રજી. નંબર GJ-04-CQ-3304 તથા માલિક લાખાભાઇ ઝવેરભાઇ બારૈયા રહે.દાડમીયા પ્લોટ, ભાદ્રોડ,મહુવા જી.ભાવનગરવાળા હોવાનુ જણાયેલ.જે શાઇન મો.સા. તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં કિ.રૂ.૨૦,૦૦૦/- શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. આ મોટર સાયકલ અંગે તેની પુછપરછ કરતાં આ મોટર સાયકલ તેણે આજથી બે મહીના પહેલા તળાજા,ગોપનાથ રોડ ખાતે રહેતા ગૌતમભાઇ કંટારીયા પાસેથી લીધેલ હોવાનું અને રૂપિયા પુરા આપે પછી કાગળો આપવાની થયેલ હોવાનું જણાવેલ. જે અંગે ખરાઇ કરતાં નીચે મુજબનો ગુન્હો દાખલ થયેલ હોવાનું જણાય આવેલ.જેથી તેને આગળની વધુ કાર્યવાહી થવા માટે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.

શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-
મહુવા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૨૦૭૦૩/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, બિજલભાઇ કરમટીયા, હરીચંદ્દસિંહ ગોહિલ,પ્રજ્ઞેશભાઇ પંડયાજોડાયા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.