રૈયાધાર મફતિયાપરામાં સાત શખ્સોનો આતંક: સોડા બોટલના ઘા કરી એપાર્ટમેન્ટમાં તોડફોડ કરી - At This Time

રૈયાધાર મફતિયાપરામાં સાત શખ્સોનો આતંક: સોડા બોટલના ઘા કરી એપાર્ટમેન્ટમાં તોડફોડ કરી


રૈયાધાર મફતિયાપરામાં સાત શખ્સોએ આતંક મચાવી સોડા બોટલના ઘા કરી એપાર્ટમેન્ટમાં તોડફોડ કરી હતી. જેમાં પાર્કિંગમાં બેસેલા પ્રૌઢને ઇજા પહોંચી હતી. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે રૈયાધાર મફતિયાપરામાં રહેતાં લાલજી ઉર્ફે લાલો નગીનભાઈ ચૌહાણ (ઉ.વ.28) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હરસુખ બાબુ મકવાણા, તેના પુત્ર કરન અને અર્જુન (રહે. વાછરા દાદાના મંદિર પાસે, કાલાવડ રોડ), નવાબ જાહિદ ખાકુ (રહે.શાંતિનગરના ગેઈટ પાસે), સુલેમાન, તેનો પુત્ર તોશિસ (રહે. બંને જંગલેશ્વર) અને એક અજાણ્યાં શખ્સનું નામ આપતાં યુનિવર્સિટી પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કડીયાકામની છુટક મજુરીકામ કરે છે.
ગઈ રાત્રીના બે વાગ્યાના અરસામા તેઓ તેના પત્ની અને મામાનો પુત્ર ધર્મેશ ઘરે બેઠાં હતાં ત્યારે તેનાં મીત્ર દેવરાજભાઈ સોલનીનો ફોન આવેલ અને જણાવેલ કે, તમે તમારા એપાર્ટમેન્ટની નીચે આવો કહેતાં તેઓ તેના મામાના પુત્ર સાથે નીચે ગયેલ હતાં.
ત્યાં તેનો મિત્ર દેવરાજભાઇ તેનો ભાઈ પ્રભાતભાઇ અને તેના માતા વિજ્યાબેન ઉભેલ હતા અને તેઓએ જણાવેલ કે, મારા માતાને મારા મામા હરસુખ મકવાણાએ રૈયાધારમા બોલાચાલી કરેલ છે. જેથી આજની રાત તમારા ઘરે રોકાવવા દયો, નું કહેતાં તેઓને આશરો આપવાની ના પાડેલ જેથી તેઓ ત્રણેય ત્યાંથી જતાં રહેલ હતાં.બાદમા મોડી રાત્રીના ફરિયાદી તેના પરિવાર સાથે ફ્લેટે જઇ સુઇ ગયેલા અને કાચની સોડા બાટલીઓના તુટવાનો અવાજ આવતા ઘરની બારીમાંથી જોતા હરસુખ તેનો દિકરો કરન અને અર્જુન તેમજ નવાબ ખાકુ, સુલેમન તેનો પુત્ર તોસીશ અને એક અજાણ્યો શખ્સ વાહનોમાં કાચની સોડા બાટલીઓના ગાલ્લા લઇ ઘસી આવેલા અને રોડ ઉપર ઉભા રહી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં છુટા હાથે કાચની સોડા બાટલીઓના ઘા કરી ગાળો બોલતા હતા.
સોડા બાટલીઓના ઘા કરતા અમારા એપાર્ટમેન્ટમાં પાર્કીંગમા પડેલ વાહનોમા નુકશાન થયેલ તથા મકાનની બારીઓના કાચ પણ તુટી ગયેલ હતા. જ્યારે પાર્કિંગમાં બેઠેલ ધવલભાઈ ને કાચની સોડા બાટલીનો ઘા લાગતાં ઇજા પહોંચી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી એપાર્ટમેન્ટમાં તોડફોડ કરનાર હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.