મવડીમાં ખુલ્લી જગ્યામાં કેબીન મુકવા મામલે પ્રૌઢ પર પાડોશીનો હુમલો - At This Time

મવડીમાં ખુલ્લી જગ્યામાં કેબીન મુકવા મામલે પ્રૌઢ પર પાડોશીનો હુમલો


મવડીમાં ખુલ્લી જગ્યામાં કેબીન મુકવા મામલે પ્રૌઢ પર પડોશીએ ધોકા અને પાઇપથી હુમલો કરતાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ બાપાસીતારામ ચોક પાસે શ્રી હરિ સોસાયટીમાં રહેતા ભરતભાઇ રવજીભાઇ ડોબરીયા (ઉ.વ. 50)એ પોતાના ઘર પાસે આવેલ ખુલ્લી જગ્યામાં એક કેબીન મુકી હતી. જે મામલે તેના પડોશમાં રહેતા મીલન નામના શખ્સે તે કેબીન હટાવી અને પોતાને કેબીન મુકવી હોવાનું કહ્યું હતું.
જે મામલે ભરતભાઇએ ના પાડતા ઉશ્કેરાયેલા મીલન અને તેની સાથેના અજાણ્યા શખ્સે ધોકા અને પાઇપથી હુમલો કરતાં પ્રૌઢને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. તેઓને સારવાર અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
બનાવ અંગે તાલુકા પોલીસ મથકનાં પીએસઆઇ લક્ષ્મણભાઇ ડીંડોરે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.