તારીખ ૨૦ ઓગસ્ટ “આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત” બોટાદ જિલ્લામાં “કોવિડ રસીકરણ તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ" માટેની ખાસ ઝુંબેશ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5uuroirv0q9bktpt/" left="-10"]

તારીખ ૨૦ ઓગસ્ટ “આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત” બોટાદ જિલ્લામાં “કોવિડ રસીકરણ તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ” માટેની ખાસ ઝુંબેશ


પ્રા.આ.કેન્દ્ર , સા.આ.કેન્દ્રો ,સિવિલ હોસ્પિટલ , ઈ-ગ્રામ સર્વિસ સેન્ટરમાંથી તા. ૨૦ ઓગસ્ટથી ૧૦ સપ્ટેમ્બર સુધી પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કાઢી આપવાની ઝુંબેશનો પ્રારંભ

પ્રિકોશન ડોઝ લેવા તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડનો લાભ લેવા જીલ્લા કલેકટરશ્રી તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રીનો બોટાદવાસીઓને જાહેર અનુરોધ

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ભારત સરકારશ્રીની સુચના મુજબ કોવિડ વેક્સીનેશન અંતર્ગત ૧૮ થી ૫૯ વયજૂથ વચ્ચેનાં વ્યક્તિઓને વિના મૂલ્યે તમામ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ પેટા આરોગ્ય કેન્દ્રો ખાતેથી પ્રીકોશન ડોઝ આપવામાં આવી રહ્યાં છે. જે અન્વયે તા. ૧૦/૦૯/૨૦૨૨ સુધીમાં ડોઝ લેવા માટે જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ દરેક પ્રા.આ.કેન્દ્ર , સા.આ.કેન્દ્રો ,સિવિલ હોસ્પિટલ , ઈ-ગ્રામ સર્વિસ સેન્ટર , કોમન સર્વિસ સેન્ટરમાંથી તારીખ ૨૦ ઓગસ્ટ ૨૦૨૨ થી ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી ઝુંબેશના ભાગરૂપે કાઢી આપવામાં આવશે. આ કાર્ડ કઢાવવા માટે આધાર કાર્ડ , રેશન કાર્ડ , અને આવકનો દાખલો સાથે લઈ જવાનો રહેશે.
આ માટે બોટાદ જીલ્લાની જાહેર જનતા ને વહેલી તકે રસીનો પ્રિકોશન ડોઝ લેવા તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડનો લાભ લેવા માટે જીલ્લા કલેકટરશ્રી તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]