( માનસી જવેલર્સ મકરપુરા, વડોદરાના સહયોગથી ) ૧૭ - મી સપ્ટેમ્બરે રકતદાન શિબિર યોજાઈ - ૧૦૩ યુનિટ રકતદાન થયું " - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5lzgy4hbdsnuj6gl/" left="-10"]

( માનસી જવેલર્સ મકરપુરા, વડોદરાના સહયોગથી ) ૧૭ – મી સપ્ટેમ્બરે રકતદાન શિબિર યોજાઈ – ૧૦૩ યુનિટ રકતદાન થયું “


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

" રકતદાન મહાન દાન " ઉક્તિ મુજબ એક વ્યક્તિ દ્રારા કરવામાં આવેલ રકતદાનથી અન્ય લોકોના જીવ બચાવી શકાય છે. આ સાચી સમાજ સેવાનાં ધ્યેય સાથે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અને વડોદરાનાં મકરપુરા વિસ્તારમાં આવેલ માનસી જવેલર્સ પરિવારનાં અજયભાઈ કંચનલાલ સોની પરિવારનાં સહયોગથી મકરપુરા વિસ્તારમાં આવેલા વિન્ગસ કોમ્પલેક્ષ ખાતે આજરોજ ૧૭ - મી સપ્ટેમ્બરે સવારનાં ૯:૦૦થી બપોરનાં ૪:૦૦ સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નરહરિ બ્લડ બેંકની ટીમ ના સહકારથી આ કેમ્પ ખૂબ જ સફળ રહેવા પામ્યો હતો.
ડૉ. ડીસિમોનના જણાવ્યા મુજબ એક રક્તદાન ત્રણ જેટલા જીવન બચાવી શકે છે. લોકો સામાન્ય રીતે દાન કરે છે કારણ કે તે અન્યને મદદ કરવા માટે સારું લાગે છે, અને પરોપકાર અને સ્વયંસેવી હકારાત્મક સ્વાસ્થ્ય પરિણામો સાથે સંકળાયેલા છે, જેમાં હતાશાનું ઓછું જોખમ અને વધુ આયુષ્યનો સમાવેશ થાય છે.
"રક્ત આપવી એ તાત્કાલિક સમુદાયમાં જોડાવા અને તમારી આસપાસના લોકોને મદદ કરવાનો એક માર્ગ છે," ડૉ. વોસોગી ઉમેરે છે. "જે લોકો આ પ્રકારની વસ્તુઓ કરે છે અને આ રીતે તેમના સમુદાયમાં જોડાય છે તેઓ વધુ સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય ધરાવે છે.
આવાં ઉમદા વિચારો અને સુંદર આયોજનથી પ્રેરાઇને નવયુવાનો અને સામાજિક કાર્યકર્તાઓના સહકારથી આ કેમ્પમાં ૧૦૩ જેટલાં યુનિટ બ્લડ એકત્રિત થવા પામ્યું હતું. આમ, આ સમાજસવાનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહેવા પામ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]