અમદાવાદ શહેરમાં કોન્ટ્રાક્ટરોના ફાયદા માટે બનાવેલ ખરાબ ગુણવત્તાવાળા રોડની મુલાકાત લેતા સહેજાદ ખાન પઠાણ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5g10ssr4prcv1gyu/" left="-10"]

અમદાવાદ શહેરમાં કોન્ટ્રાક્ટરોના ફાયદા માટે બનાવેલ ખરાબ ગુણવત્તાવાળા રોડની મુલાકાત લેતા સહેજાદ ખાન પઠાણ.


આજ રોજ અમદાવાદ શહેરના બિસ્માર રોડ ના મુદ્દે વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણ દ્વારા શહેરના માણેકબાગ, ઘોડાસર, વસ્ત્રાલ અને નારોલ થી વટવા ના તૂટેલા રોડ ઉપર મેયર શ્રી કિરીટભાઈ પરમાર માર્ગ અને AMC કમિશ્નર શ્રી લોચન શહેરા માર્ગ ના બોર્ડ લગાવવામાં આવ્યા. આ બોર્ડ માં રોડ ની વિશેષતા લખવામાં આવી જેમ કે આ માર્ગ પર વાહન ચલાઓ હાડકા ના ડોક્ટર પાસે જાઓ. કોન્ટ્રાકટરો ના ફાયદા માટે બનાવેલ માર્ગ. એક જ વરસાદ માં ધોવાઈ જાય.અને આ માર્ગ પર વાહન ચલાઓ ડિસ્કો ડાન્સ આવડી જાય આ વરસાદ માં શહેર ના તમામ ઝોન માં રોડ તૂટી ગયા છે 30 હજાર જેટલા પેચ વર્ક કરવામાં આવ્યા 83 જેટલા ભૂવા પડ્યા આ તમામ વિગતો દર્શાવે છે કે રોડ ની ગુણવતા ખૂબ જ ખરાબ છે આ મુદ્દે વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણની આગેવાની માં કોંગ્રેસ પક્ષ દ્વારા બોર્ડ લગાવી વિરોધ કરવામાં આવ્યા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]